સરકારના સ્વાસ્થ્ય મિત્ર બનીને કરો કમાણી, સેલરી સાથે મળશે પ્રોત્સાહન

News18 Gujarati
Updated: July 5, 2018, 9:46 AM IST
સરકારના સ્વાસ્થ્ય મિત્ર બનીને કરો કમાણી, સેલરી સાથે મળશે પ્રોત્સાહન

  • Share this:
સરકાર સાથે મળીને કરો કમાણી, મોદી સરકાર જનધન યોજનાની જેમ આયુષ્યમાન યોજના માટે પણ મોટો દાવ લગાવવાની છે. આ યોજના હેઠળ સરકાર દેશભરમાં સ્વાસ્થ્ય મિત્ર બનાવશે, જે આ સ્કિમ હેઠળ લોકોનો વીમો ઉતારશે અને સાથે સારવારની સુવિધા પણ અપાવશે. આના માટે સ્વાસ્થ્ય મિત્રને નક્કી કરેલી સેલરી અને પ્રોત્સાહન પણ આપવામાં આવશે

સ્વાસ્થ્ય મિત્રને શું કામ કરવાનું રહેશે?
સ્વાસ્થ્ય મિત્રનું કામ એવું જ રહેશે જેમ જનધન યોજનામાં બેંક મિત્ર લોકોને ખાતા ખોલાવવા સાથે-સાથે બેંકિંગ ટ્રાંજેક્શન કરાવે છે. સરકાર આ આયુષ્યમાન યોજના 15 ઓગષ્ટ 2018ના દિવસે લોન્ચ કરવા જઈ રહી છે.

શું છે આયુષ્યમાન ભારત યોજના?
આ સ્કિમની જાહેરાત બજેટ 2019માં કરવામાં આવી હતી. આ સ્કિમ હેઠળ દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીના ફ્રી હેલ્થ વીમાની સુવિધા આપવામાં આવશે. આમાં લગભગ તમામ ગંભીર બિમારીઓની સારવાર કવર થઈ જશે. કોઈ પણ વ્યક્તિ (ખાસ કરીને મહિલા, બાળક, અને સિનિયર સીટીઝન) સારવારથી વંચિત રહી ન જાય, તેના માટે સ્કિમમાં ફેમિલી સાઈઝ અને ઉંમરમાં પણ કોઈ સીમા મર્યાદા નથી રાખવામાં આવી.

આ સ્કિમમાં હોસ્પિટલાઈઝેશન પહેલા અને બાદના ખર્ચને પણ શામેલ કરવામાં આવ્યો છે. દરેક વખતે હોસ્પિટલાઈઝેશન એલાઉન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનુ વળતર લાભાર્થીને આપવામાં આવશે. સારવાર દેશની કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં થઈ શકશે, તે પણ કેશલેસ કરવામાં આવશે.કેવી રીતે થશે કમાણી
તમને જણાવી દઈએ કે, જનધન યોજનામાં શામેલ બેંક મિત્રને રૂ. 5000નો ફિક્સ પગાર અને તેમના કામ પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, સ્વાસ્થ્ય મિત્રો માટે પણ આજ રીતનું પેકેજ આપવામાં આવી શકે છે. આ યોજના એવા લોકો માટે વરદાન સાબિત થશે, જેમની પાસે કમાણીનું કોઈ સાધન નથી. સ્વાસ્થ્ય મિત્રની સંખ્યાની વાત કરીએ તો, દેશમાં અત્યારે 32 કરોડ જનધન એકાઉન્ટ અને 1.25 લાખ બેંક મિત્ર છે. આ આધારે 10 કરોડ પરિવાર સુધી આયુષ્યમાન સ્કિમનો લાભ પહોંચાડવા માટે સરકારે લગભગ 1 લાખ સ્વાસ્થ્ય મિત્રોની જરૂરત પડે તેવો અંદાજ છે.

ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો માટે આ શરતો છે
- એક રૂમનું કાચુ મકાન, ઝુંપડામાં રહેતી ફેમિલી અને એવી ફેમિલી જેમાં 16 થી 59 વર્ષની વચ્ચેની ઉંમરનો કોઈ એડલ્ટ સભ્ય ન હોય.
- મુખ્ય મહિલાવાળો પરિવાર, જેમાં 16 થી 59 વર્ષની વચ્ચેનો કોઈ પુરૂષ સભ્ય ન હોય
- ઓવો પરિવાર જેમાં વિકલાંગ સભ્ય હોય અને તેની દેખરેખ કરી શકે તેવો કોઈ એડલ્ટ સભ્ય પરિવારમાં ન હોય
- એસસી અને એસટી સિવાય એવા પરિવાર જેમની પાસે જમીન ન હોય અને તેમની આવક કેજ્યુઅલ મજૂરી હોય.
- જે પરિવાર પાસે છત ન હોય અને કાયદાકીય રીતે બંધૂઆ મજદૂરીમાંથી મુક્ત કરાવાવમાં આવ્યા હોય.

શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટેની શરતો
- શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પણ સ્કીમનો લાભ મળશે
- ગરીબોની પસંદગી માટે કેટલીએ કેટેગરી બનાવવામાં આવી છે.
- કુલ મળીને 11 કેટેગરીમાં શહેરી ગરીબોને પસંદ કરવામાં આવ્યા છે, જે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે.
First published: July 5, 2018
વધુ વાંચો
अगली ख़बर