Home /News /business /આ તારીખ સુધીમાં તમારા ખાતામાં જમા થશે રૂ. 2000! જાણો આ યોજના સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ

આ તારીખ સુધીમાં તમારા ખાતામાં જમા થશે રૂ. 2000! જાણો આ યોજના સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ

પ્રતીકાત્મક તસવીર

નાણા મંત્રી પીયૂષ ગોયલે બજેટ ભાષણમાં જણાવ્યું કે ખેડૂતોને પીએમ-કિસાન યોજના હેઠળ વર્ષભરમાં ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચશે.

    બે હેક્ટરની નાની ખેતીવાળા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(પીએમ-કિસાન) યોજના હેઠળ 31 માર્ચ સુધી 2,000 રૂપિયાનો પહેલો હપ્તો મળી જશે. નાણા મંત્રી પીયૂષ ગોયલે બજેટ ભાષણમા્ર જણાવ્યું કે ખેડૂતોને પીએમ-કિસાન યોજના હેઠળ વર્ષભરમાં ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચશે.

    શું છે યોજના?
    નાણા મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે 2019-20નું બજેટ રજૂ કરતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (વડાપ્રધાન ખેડૂત યોજના)ની જાહેરાત કરી છે. આ યોજનાનો ફાયદો બે હેક્ટરથી ઓછી ખેતીવાળા ખેડૂતોને મળશે.

    કેટલા રૂપિયા મળશે?
    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા વાર્ષિક ન્યૂનતમ આવક આપશે. આ યોજના હેઠળ ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.

    કોણ ઉઠાવી શકે છે આ સ્કીમનો ફાયદો?
    આ સ્કીમનો ફાયદો 2 હેક્ટર જમીન રાખનારા ખેડૂત ઉઠાવી શકે છે. સરકારનું કહેવું છે કે આ સ્કીમના દાયરામાં 12 કરોડ ખેડૂત આવશે.

    આ પણ વાંચો, Budget 2019: 10 લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી! આ છે પૂરું ગણિત

    કયા ખેડૂતોને તેનો ફાયદો નહીં મળે?
    આ યોજનામાં ભૂમિહીન ખેડૂતોને સામેલ નથી કરવામાં આવ્યા. સાથોસાથ, આ સ્કીમમાં મોટી જમીન રાખનારા ખેડૂતોને પણ નહીં આવે.

    ક્યારથી લાગુ થશે સ્કીમ?
    1 ડિસેમ્બર 2018થી આ યોજના સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ છે. તેના માટે સરકારે બજેટમાં 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

    ખાતામાં ક્યારે જમા થશે 2000 રૂપિયા?
    નાણા મંત્રી પીયૂષ ગોયલે બજેટ ભાષણમાં કહ્યું હતુ્ર કે સ્કીમ પર કામ પૂરી થઈ ચૂક્યું છે. આ રકમ 31 માર્ચથી પહેલા ખેડૂતોના ખાતામાં પહોંચી જશે. માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીના અંત કે માર્ચના શરૂઆતમાં પહેલો હપ્તો મળી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Scheme, Union Budget 2019, ખેડૂતો, મોદી સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन