GSTમાં રાહત બાદ મોદી સરાકર હવે નાના વેપારીઓને આપી શકે છે 4 મોટી રાહત!

દુર્ઘટના વીમાની રકમ 5થી 10 લાખ રૂપિયા નક્કી થઇ શકે છે, વેપારીઓના ટર્નઓવર પ્રમાણે વીમાની રકમ નક્કી થશે

News18 Gujarati
Updated: January 15, 2019, 3:21 PM IST
GSTમાં રાહત બાદ મોદી સરાકર હવે નાના વેપારીઓને આપી શકે છે 4 મોટી રાહત!
દુર્ઘટના વીમાની રકમ 5થી 10 લાખ રૂપિયા નક્કી થઇ શકે છે, વેપારીઓના ટર્નઓવર પ્રમાણે વીમાની રકમ નક્કી થશે
News18 Gujarati
Updated: January 15, 2019, 3:21 PM IST
લક્ષ્મણ રોય

ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રની મોદી સરકાર હવે નાના વેપારીઓને મોટું રાહત પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. સીએનબીસી અવાજને મળેલી એક્સક્લૂસિવ માહિતી પ્રમાણે, સરકાર નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વીમાની સુવિધા આપવાની તૈયારી કરી રહી છે. આના પ્રસ્તાવ પર સહમતિ સધાઇ ચૂકી છે. દુર્ઘટના વીમાની રકમ 5થી 10 લાખ રૂપિયા નક્કી થઇ શકે છે. વેપારીઓના ટર્નઓવર પ્રમાણે વીમાની રકમ નક્કી થશે. સાથે જ વેપારીઓને ઇન્સ્પેક્ટર રાજથી છૂટકારો આપવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

(રાહત-1)- નાના વેપારીઓને રસ્તા વ્યાજદરે લોન મળશે.

- વ્યાજમાં 2 ટકાની છૂટ અપાઇ શકે છે.
- જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નાના વેપારીઓને લાભ મળશે.
- છૂટનો લાભ મેળવતા વેપારીઓના ટર્નઓવરની મહત્તમ સીમા નક્કી થશે.
Loading...

- મહિલા વેપારીઓને વધુ રાહત મળી શકે છે.

આ પણ વાંચો, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય, જાણો કોને શું મળ્યું

(રાહત 2)
- નાના વેપારીઓને મફ્તમાં દુર્ઘટના વીમાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે.
- દુર્ઘટના વીમાની રકમ 5થી 10 લાખ સુધી હોઇ શકે છે.
- વેપારીઓના ટર્નઓવર પ્રમાણે વીમાની રકમ નક્કી થશે
- જીએસટી હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને જ વીમા મળશે.

(રાહત 3)
- નાના વેપારીઓને વૃદ્ધાવસ્થા પેન્શન સુવિધા મળી શકે છે.
- ટ્રેડર્સ વેલફેર બોર્ડની રચનાનો પ્રસ્તાવ છે.
- સરકાર અને વેપારીઓના પ્રતિનિધિ બોર્ડમાં સામેલ થશે.
- વેલફેર બોર્ડ દ્વારા પેન્શનની ચૂકવણી થઇ શકે છે.
- હાલની સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નાના વેપારીઓને લાવી શકાય છે.

(રાહત 4)
- ડિજિટલ ટ્રાન્જેક્શન પર બેંક ચાર્જ પર છૂટ મળી શકે છે.
- રૂપે, ડેબિડ કાર્ડ, ભીમ અને યુપીઆઇથી થતાં ડિજિટલ ટ્રાન્જેક્શન પર છૂટ આપવાની તૈયારી
- કમ્પ્યૂટર અને આધુનિક ટેક્નિકના ઉપયોગ માટે મળી શકે છે સસ્તી લોન

(ઇકોનોમિક પોલિસી એડિટર, સીએનબીસી-અવાજ)
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...