કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમર ઘટાડવાના પ્રશ્ન પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: November 27, 2019, 4:33 PM IST
કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમર ઘટાડવાના પ્રશ્ન પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
60 વર્ષે જ રિટાયર થશે કેન્દ્રીય કર્મચારી

સરકાર 1 એપ્રિલ 2020થી રિટાયરમેન્ટ ઉંમરમાં ફેરફાર કરી શકે છે. હાલના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષ જ્યારે ડોક્ટર અને યૂનિવર્સિટી પ્રોફેસરની ઉંમર 65 વર્ષ છે

  • Share this:
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે બુધવારે કહ્યું કે, કર્મચારીઓની રિચાયરમેન્ટ ઉંમર 60 વર્ષથી ઘટાડી 58 વર્ષ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે, વર્તમાનમાં, રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષથી ઘટાડી 58 વર્ષ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.

તેમણે કહ્યું કે, ફન્ડામેન્ટલ રુલ્સ 56 (), કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972ના નિયમ 48 અને નિયમ 16(3) (સંશોધિત) ઓલ ઈન્ડીયા સર્વિસિસ (ડેથ-કમ-રિટાયરમેન્ટ બેનિફિટ્સ) નિયમ, 1958 હેઠળ જોગવાઈ છે, જે અનુસાર, સરકારને સમયથી પહેલા અધિકારીઓને રિટાયર કરવાનો પૂર્ણ અધિકાર હોય છે. સરકારને સાર્વજનિક હિતમાં, અખંડતા અથવા અપ્રભાવિતાની અછતના આધાર પર કર્મચારીઓને નોટિસ આપવાનો અધિકાર છે. આ પ્રકારના મામલામાં સરકાર ત્રણ મહિનાથી ઓછી નોટિસ નહી આપી શકે અથવા ત્રણ મહિનાનું વેતન અને ભથ્થુ આપશે.

મંત્રીએ કહ્યું કે, સરકારી કર્મચારી પર આ પ્રકારની જોગવાઈ લાગુ થઈ શકે છે, જો તે ગ્રુપ A અથવા B સેવામાં અથવા કોઈ સ્થાયી, અર્ધ-સ્થાયી અથવા અસ્થાયી ક્ષમતામાં પદ પર છે અને 35 વર્ષની ઉંમરથી પહેલા સેવામાં આવ્યા હોય અને તે 50 વર્ષથી વધારે ઉંમરના હોય. તેમણે કહ્યું કે, કોઈ પણ અન્ય મામલામાં 55 વર્ષની ઉંમર થયા બાદ આ નિયમ કર્મચારીઓ પર લાગુ થશે.

કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહના સંસદમાં લેખિત જવાબ પહેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર 1 એપ્રિલ 2020થી રિટાયરમેન્ટ ઉંમરમાં ફેરફાર કરી શકે છે. હાલના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓની રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષ જ્યારે ડોક્ટર અને યૂનિવર્સિટી પ્રોફેસરની ઉંમર 65 વર્ષ છે. કહેવામાં આવે છે કે, આ વ્યવસ્થાથી કેન્દ્રીય કર્મચારીઓના પ્રમોશન અને નવી ભરતીઓનો રસ્તો ખુલશે.
First published: November 27, 2019, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading