સોશિયલ મીડિયામાં (Social Media) એક ખબર તીવ્રતાથી વાયરલ (viral news) થઇ રહી છે, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર (central Government) 'પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના' અંતર્ગત છોકરીઓને તેમના વિવાહ માટે 40 હજાર રૂપિયા આપી રહી છે. જ્યારે આ ખબરની તપાસ કરવામાં આવી. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ દ્વારા જાણકારી આપી કે, આ ખબર સાચ્ચી નથી. આ રીતે કોઇના પણ એકાઉન્ટમાં રુપિયા ટ્રાન્સફર કરવામાં નથી આવી રહ્યા. કેન્દ્ર સરકારે પણ જણાવ્યું કે તેમનો અત્યારે આવો કોઇ પ્લાન નથી.
ભારત સરકારની સંસ્થા પીઆઈબીએ આ વાયરલ મેસેજની તપાસ કરતા જુદો જ ખુલાસો કર્યો છે. તો આવો જાણીએ આ ખબર કેટલી સાચ્ચી છે ...
દાવો - Youtube પરના એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર વડાપ્રધાન કન્યા વિવાહ યોજના અંતર્ગત છોકરીઓને તેમના લગ્ન માટે 40.00 સુધીની રકમ આપી રહી છે.
પીઆઈબીના ફેક્ટ ચેકમાં જણાવવામાં આવ્યું છે કે, આ દાવો ખોટો છે. વાયરલ થઇ રહેલી આ ખબર એકદમ ફેક છે. ભારતમાં કોરોનાકાળમાં જે રીતની પરિસ્થિત બની રહી છે તેમા આવા ફ્રોડનાં ઘણા કેસ સામે આવી રહ્યા છે. સરકારે પણ આ કોરોના મહામારીમાં આવી ખોટી લોભામણી વાતોને ન ફેલાવવા જણાવ્યું છે.
दावा: #Youtube पर एक वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार ‘प्रधानमंत्री कन्या विवाह योजना’ के तहत बेटियों को उनके विवाह के लिए ₹40,000 तक की धनराशि दे रही है।#PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/P7gvmDKFJr
જો તમને આવો કોઇપણ મેસેજ મળે છે તો તેને પીઆઈબીને ફેક્ટ ચેકમાં https://factcheck.pib.gov.in/ અથવા વ્હોટ્સએપ નંબર +918799711259 કે ઇમેઇલ pibfactcheck@gmail.com પર મોકલી શકાય છે. આ ખબર પીઆઈબીની વેબસાઇટ https://pib.gov.in પર પણ મળશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર