liveLIVE NOW

Budget 2019: ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂત, ગરીબ અને મધ્ય વર્ગને કર્યાં ખુશ

2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આજે જનરલ બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ રજૂ થઇ રહ્યું છે.

  • News18 Gujarati
  • | February 01, 2019, 15:55 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO
    15:46 (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટ અંગે જણાવ્યું કે, આ તો માત્ર વચગાળાનું બજેટ છે. આ તો બજેટનું ટ્રેલર છે. ચૂંટણી પછી અમે ભારતને વિકાસનાં રસ્તે લઇ જઇશું. 

    14:44 (IST)

    રાજનાથ સિંહે વચગાળાનાં બજેટને ગણાવ્યું ઐતિહાસિક

    13:8 (IST)
      પોતાનાં બજેટ ભાષણમાં ચૂંટણીનાં દાવપેચ રમતા નાણામંત્રીએ કહ્યું કે, આ બજેચમાં વેરાની સીમામાં કોઇ છૂટ આપવામાં નથી આવી. તેમણે આવનારા પૂર્ણ બજેટ માટે પ્રસ્તાવ આપી દીધો છે કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવશે. આ પ્રસ્તાવની સાથે જ તેમણે સાફ સંદેશ આપ્યો છે કે મોદી સરકાર આવી તો આગામી બજેટમાં 5 લાખ સુધીની આવક પર ટેક્સ છૂટની જાહેરાત કરવામાં આવશે.

    12:39 (IST)
      બજેટમાં મોદી સરકારે મધ્યમ વર્ગ અને નોકરીવાળા લોકો માટે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, 'સરકારે કર મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી દીધી છે. પહેલા આ મર્યાદા અઢી લાખની હતી.'

    12:27 (IST)
      રોજબરોજનાં વપરાશની મહત્તમ વસ્તુઓમાં જીએસટીનાં 5 ટકાનાં સ્લેબમાં રાખવામાં આવ્યું છે. ઘર ખરીદનારને પણ રાહત આપવા માટે જીએસટી ઓછું કરવા માટે પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જે આ મામલામાં વિચાર કરશે અને મધ્મય વર્ગને રાહત આપશે. આ વર્ષે 97100 કરોડ રૂપિયા એવરેજ જીએસટી કલેક્શન થયું છે. જાન્યુઆરીમાં 1 લાખ કરોડથી વધારે થઇ શકે છે.

    12:18 (IST)
      ઉડાન સ્કીમ અંતર્ગત હવાઇ ચપ્પલ પહેરનારા હવાઇ જહાજમાં ઉડી રહી છે. આજે દેશભરમાં 100 એરપોર્ટ બની ચુક્યા છે. આટલો વિકાસ થઇ રહ્યો છે તો નોકરીઓ પણ આવશે. બ્રોડ ગેજ રેલવેમાં એક પણ માનવ રહિત ગેટ નથી. છેલ્લા 5 વર્ષોમાં હવાઇ યાત્રીઓની સંખ્યા બેગણી થઇ ગઇ છે. છેલ્લાં પાંચ વર્ષમાં સોર્ય ઉર્જામાં 10 ગણો વધારો થયો છે.

    12:14 (IST)
      ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા વધીને 6 કરોડ 85 લાખ થઇ છે. ટેક્સ કલેક્શન 12 લાખ કરોડ રૂપિયા થયો છે. ટેક્સ કલેક્શનનાં પૈસા ગરીબોનાં વિકાસ માટે વાપરવામાં આવી રહ્યાં છે. મધ્યમ વર્ગનો ટેક્સ ઓછો કરવો તે અમારી પ્રાથમિકતા છે.

    2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે આજે એટલે કે શુક્રવારે વચગાળાનું બજેટ જ રજૂ કરવામાં આવ્યું છે. પરંપરા પ્રમાણે ચૂંટણી પછી આવનારી સરકાર જ પૂર્ણ બજેટ નક્કી કરશે. આજે નાણામંત્રી પિયૂષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને ફાયદાઓ બતાવવામાં આવ્યાં છે. આ બજેટમાં મુખ્યત્વે ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગનાં લોકો માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. તેમણે મોદી સરકારનાં ઇરાદા અંગે વાત કરતાં જણાવ્યું કે, અમારી નિયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે. આ વચગાળાનાં બજેટનાં મહત્વનાં અંશો નીચે પ્રમાણે છે.