દીકરીઓે માટે ખુબ કામની છે સરકારની આ સ્કીમ, રૂ. 50 હજાર મળશે સ્કોલરશીપ

પ્રતિકાત્મક તસવીર

સરકારનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય દીકરીઓના ટેક્નિકલ શિક્ષણ પર ભાર મુકી રહી છે. મંત્રાલયે તેના માટે પ્રગતિ સ્કીમ નીકાળી છે

 • Share this:
  શું તમે મોદી સરકારની પ્રગતિ સ્કીમ વિશે જાણો છો? જો ના તો, જાણકારી લો અને તમારી દીકરીના અભ્યાસને આર્થિક તંગીના કારણે ન રોકો. મોદી સરકારની આ સ્કીમ હેઠળ સરકાર તે મેઘાવી દીકરીઓને 50 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપે છે, જે ટેક્નિકલ શિક્ષણ મેળવી રહી છે. સરકારનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય દીકરીઓના ટેક્નિકલ શિક્ષણ પર ભાર મુકી રહી છે. મંત્રાલયે તેના માટે પ્રગતિ સ્કીમ નીકાળી છે. આ સ્કીમ હેઠળ AICTEમાંથી માન્યતા પ્રાપ્ત ટેક્નિકલ સંસ્થાનોમાં એડમિશન લેવાવાળી વિદ્યાર્થીનીઓને દર વર્ષે 50 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે. જેમાં 30 હજાર રૂપિયા ટ્યુસન ફી અને 20 હજાર રૂપિયા અન્ય ખર્ચા માટે આપવામાં આવશે.

  જાણો - સ્કીમ વિશે ખાસ વાતો

  - નવી સ્કીમ હેઠળ ટેક્નિકલ એજ્યુકેશન વિસ્તારમાં ડિગ્રી અને ડિપ્લોમા કરનારી વિદ્યાર્થીનીઓને દર વર્ષે આ સ્કોલરશિપ આપવામાં આવશે. પરંતુ, તેના માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે.

  - દર વર્ષે 4 હજાર દીકરીઓને અભ્યાસ માટે પૈસા મળશે. જેમાં બે હજાર ડિપ્લોમા કોર્સની વિદ્યાર્થીનીઓ માટે અને બાકી 2 હજાર ડીગ્રી કોર્સની વિદ્યાર્થીનીઓ માટે હશે.

  - AICTEથી માન્યતા પ્રાપ્ત ટેક્નિકલ ઈન્સ્ટીટ્યુશન ડિપ્લોમા અથવા ડિગ્રી હાસિલ કરનારી દીકરીઓને આ સ્કોલરશિપ આપવામાં આવશે.

  - કોઈ પ્રોગ્રામના ડિગ્રી અથવા ડિપ્લોમા યોગ્ય ઉમેદવાર ન મળવાની સ્થિતિમાં સ્કોલરશિપ કોઈ બીજા પ્રોગ્રામની ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ કરનારી વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે.

  કોઈ એક પરિવારની બે દીકરીઓને પણ આ સ્કોલરશિપ મળી શકે છે. પરંતુ, તેના માટે દીકરીના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

  AICTE

  - મેરિટ લીસ્ટના આધાર પર એ નક્કી થશે કે, કઈ વિદ્યાર્થીનીઓને આ સ્કોલરશિપ પ્રાપ્ત થશે. AICTEથી માન્યતા પ્રાપ્ત ટેક્નિકલ ઈન્સ્ટીટ્યુશનનું મેરિટ લીસ્ટ લેવામાં આવશે.

  - સ્કોલરશિપમાં 30 હજારની રકમ ટ્યૂશન ફી તરીકે આપવામાં આવશે અને 10 મહિના સુધી 2-2 હજાર રૂપિયા આપવામાં આવશે.

  - તેમાં અનામત પણ લાગૂ થશે. અનુસૂચિત જાતી માટે 15 ટકા, અનુસૂચિત જનજાતિ માટે 7.5 ટકા અને ઓબીસી ઉમેદવારને 27 ટકા અનામતનો લાભ મળશે.
  Published by:kiran mehta
  First published: