Home /News /business /

Free Silai Machine Scheme: મોદી સરકાર ફ્રીમાં આપી રહી છે સિલાઈ મશિન, આજે જ કરો અરજી

Free Silai Machine Scheme: મોદી સરકાર ફ્રીમાં આપી રહી છે સિલાઈ મશિન, આજે જ કરો અરજી

ફ્રી સિલાઇ મશીન યોજના (Shutterstock તસવીર)

Free Silai Machine Scheme: આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક રાજ્યમાં 50 હજાર મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ યોજના માટે અરજી કરનાર મહિલાઓની ઉંમર 20થી 40 વર્ષની હોવી જોઈએ

મુંબઈ: દેશની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર (Women Atmanirbhar) બનાવવા માટે કેન્દ્રની મોદી સરકાર મફત સિલાઈ મશીન (Free sewing machine)નું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. યોજના હેઠળ મહિલાઓને વિનામૂલ્યે સિલાઈ મશીન આપવામાં આવે છે. દેશની મહિલાઓ પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. આજના આર્ટિકલમાં આપણે જાણીશું કઈ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કઈ રીતે આ માટે અરજી કરી શકાય છે.

કોણ કરી શકે છે અરજી?


આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક રાજ્યમાં 50 હજાર મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ યોજના માટે અરજી કરનાર મહિલાઓની ઉંમર 20થી 40 વર્ષની હોવી જોઈએ. અરજી કરવા પર મહિલાઓને મફતમાં સિલાઈ મશીન મળે છે. અરજી કરવા માટે ભારતના નાગરિક હોવું ફરજિયાત છે. દેશમાં માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.

કોઈ ચાર્જ આપવો પડતો નથી


આ યોજના માટે પાત્ર મહિલા અરજી કરીને સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકે છે. દેશના તમામ રાજ્યો માટે કેન્દ્ર સરકારની યોજના તૈયાર કરવામાં આવી છે. દરેક રાજ્યની 50 હજાર મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે અને તેના માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

આ રાજ્યોની મહિલાઓને મળશે લાભ


કર્ણાટક, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. આ રાજ્યોની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

માત્ર આ લોકોને મળશે લાભ


મહિલાના પતિની વાર્ષિક આવક 12 હજારથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત, વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: હવે વીજળીનું બિલ આવશે ઝીરો! આ સરકારી યોજનાના ઘણા છે ફાયદા

ઓનલાઈન અરજી કરી શકાશે


તમે આ પ્રોજેક્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજના હેઠળ અરજી કરવા માટે, ઓફિશિયલ વેબસાઇટ www.india.gov.in પર વિઝિટ કરવું. હોમ પેજ પર તમારે સિલાઈ મશીનની મફત સપ્લાય માટે અરજીની લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ બાદ અહીં તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરી અને સંબંધિત ઓફિસમાં ફોર્મ સબમિટ કરવાનુ રહેશે. તમારી અરજીની સમીક્ષા કરવામાં આવશે અને એકવાર માહિતી સાચી જણાય તો તમને મફત સિલાઈ મશીન મળશે.

આ પણ વાંચો: છ હર્ષદ મહેતાની પત્નીએ તોડ્યું મૌન, સ્વર્ગસ્થ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઇટ

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર


►જન્મનો દાખલો
►આવકનો દાખલો
►મોબાઈલ નંબર
►પાસપોર્ટ સાઈઝ ફોટો
First published:

Tags: Woman, પીએમ મોદી, મોદી સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन