મોદી સરકારની નવી યોજના, દેશમાં ક્યાંયથી પણ ખરીદી શકાશે રાશન

News18 Gujarati
Updated: August 8, 2019, 5:19 PM IST
મોદી સરકારની નવી યોજના, દેશમાં ક્યાંયથી પણ ખરીદી શકાશે રાશન
એક દેશ, એક રાશન કાર્ડ યોજનાને પૂરા દેશમાં ટુંક સમયમાં લાગુ કરવાની તૈયારી

આ યોજનાનો તેવા લોકોને વધારે ફાયદો થશે જે, નોકરીની શોધમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી કરવા માટે જાય છે. તેવા લોકોને રાશનકાર્ડના કારણે ભટકવું નહીં પડે

  • Share this:
કેન્દ્રની મોદી સરકાર 'એક દેશ, એક રાશન કાર્ડ' યોજનાને ટુંક સમયમાં લાગુ કરવાની તૈયારીમાં છે. આ યોજના હેઠળ જેની પાસે પણ રાશન કાર્ડ હશે તે વ્યક્તિ દેશભરમાં કોઈ પણ સરકારી રાશનની દુકાન પરથી ઓછી કિંમતમાં અનાજ ખરીદી શકશે. આ યોજનાની શરૂઆત દેશના 4 રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગુજરાતથી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પોતાની આ યોજનાને 1 જુલાઈ 2020 સુધી પુરા દેશમાં લાગુ કરવાનું વિચારી રહી છે.

કેન્દ્રીય ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને આ યોજનાને લાગુ કર્યા બાદ 9 ઓગસ્ટના રોજ ખાદ્ય સચિવ અને રાજ્ય સરકારોના પ્રતિનીધિઓ સાથે બેઠક પણ બોલાવી છે. ગત શનિવારે યોજવામાં આવેલી બેઠકમાં પાસવાને કહ્યું હતુ કે, 30 જૂન 2020 સુધી આ યોજના દેશભરમાં લાગુ થઈ જશે. સાથે 85 ટકા આધારકાર્ડ પોઈન્ટ ઓફ સેલ મશીન સાથે જોડાઈ ચુક્યા છે. આ સિવાય 22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચુક્યા છે.

કયા લોકોને વધારે ફાયદો થશે

આ યોજનાનો તેવા લોકોને વધારે ફાયદો થશે જે, નોકરીની શોધમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી કરવા માટે જાય છે. તેવા લોકોને રાશનકાર્ડના કારણે ભટકવું નહીં પડે

જાણો શું છે યોજના
ગ્રાહકોના મામલાના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું કહેવું છે કે, આ યોજનાથી સામાન્ય માણસને ઘણો ફાયદો મળશે. હવે લોકો કોઈ પણ પીડીએસ દુકાન સાથે બંધાયેલા નહીં રહે અને દુકાન માલિકો પર નિર્ભરતા ઘટશે સાથે જ ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. આ યોજનાથી સરકાર તમામ રાશન કાર્ડ માટે કેન્દ્રીય ભંડાર બનાવી અને તેમને આધાર સાથે જોડીને ફૂલ પોર્ટેબિલીટીની સુવિધા આપશે. તેમના અનુસાર, આનાથી લાભાર્થીઓને સરળતા રહેશે કેમ કે, તે કોઈ રાશન કાર્ડ દુકાનમાંથી ખરીદી કરવા મજબૂર નહીં રહે.સરકારે આ રાજ્યોમાં આપી મંજૂરી
આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, , કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા અને ત્રિપુરા જેવા રાજ્યોએ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટની મદદથી લાભાર્થીઓને રાજ્યમાં કોઈ પણ સસ્તા અનાજની દુકાનની મંજૂરી આપી દીધી છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગણા આ ત્રણ રાજ્યોના લાભાર્થી આમાંથી કોઈ પમ રાજ્યમાં સરકારી રાશનની દુકાનમાંથી અનાજ ખરીદી શકે છે.
First published: August 8, 2019
વધુ વાંચો
अगली ख़बर