Home /News /business /

મોદી સરકાર લાવી રહી છે નવી સ્કિમ, હવે આ લોકોને મળશે 24 કલાક વિજળી

મોદી સરકાર લાવી રહી છે નવી સ્કિમ, હવે આ લોકોને મળશે 24 કલાક વિજળી

મોદી સરકાર ઈમાનદાર વિજળી કન્ઝ્યુમર માટે નવી સ્કિમ લાવી રહી છે. આ સ્કીમ હેઠળ ઈમાનદાર ગ્રાહકને હવે 24 કલાક વિજળી મળશે

મોદી સરકાર ઈમાનદાર વિજળી કન્ઝ્યુમર માટે નવી સ્કિમ લાવી રહી છે. આ સ્કીમ હેઠળ ઈમાનદાર ગ્રાહકને હવે 24 કલાક વિજળી મળશે

    હવે વિજળી ચોરીવાળા વિસ્તારમાં વધારે કટોતી થશે. પરંતુ ઈમાનદારીથી વિજળી ઉપયોગ કરતા લોકોને 24 કલાક વિજળી સપ્લાય મળશે. મોદી સરકાર ઈમાનદાર વિજળી કન્ઝ્યુમર માટે નવી સ્કિમ લાવી રહી છે. આ સ્કીમ હેઠળ ઈમાનદાર ગ્રાહકને હવે 24 કલાક વિજળી મળશે. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળી એવું પ્લાનિંગ તૈયાર કરી રહી છે, જે હેઠળ એવા એરિયા જ્યાં વિજળીની ચોરી નથી થતી, ત્યાં 24 કલાક વિજળી સપ્લાય કરવામાં આવી શકે.

    આ આધારે તૈયાર થઈ યોજના
    સૂત્રો અનુસાર, વિજળી વિતરણ અછતના આધાર પર આ યોજના તૈયાર કરવામાં આવી છે. જેના માટે એરિયાના આધારે વિજળી અછતની જાણકારી માંગવામાં આવી છે. આ યોજના હેઠળ 15 ટકાથી ઓછા નુકશાનવાળા એરિયામાં 24 કલાક સપ્લાય સંભવ છે.

    આ યોજનામાં નુકશાનવાળા વિસ્તારમાં ગ્રાહકને બિલ ચુકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની પણ યોજના છે. આ યોજના પાવર રિફોર્મ 2.0નો હિસ્સો હશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા સરકારે કંપનીઓ પાસે આ મુદ્દે જાણકારી માંગી હતી. હાલમાં 19 રાજ્યોમાં વિજળી વિતરણ ઘાટા 15 ટકાથી વધારે છે.

    પોઈન્ટ્સ
    - વિજળી વહેંચણીમાં પણ મદદ કરશે સરકાર - સૂત્ર
    - વિજળી વિતરણ નકશાનના આધાર પર વિજળી સપ્લાયની યોજના - સૂત્ર
    - કયા વિસ્તારમાં કેટલી વિજળી સપ્લાય થાય તેના પ્લાનિંગમાં મદદની યોજના - સૂત્ર
    - સરકારે ક્ષેત્રના આધાર પર વિજળી વિવરણ નુકશાનની જાણકારી માંગી - સૂત્ર
    - જ્યાં 15 ટકાથી ઓછુ નુકશાન છે ત્યાં ચોવીસ કલાક વિજળીની સપ્લાય પહેલા - સૂત્ર
    - જે ગ્રાહક ઈમાનદારીથી બિલ ચુકવે છે, તેને ચોવીસ કલાક વિજળી સપ્લાય પહેલા - સૂત્ર
    - જેથી વધારે વિજળી ચોરી કરનારા વિસ્તાર સપ્લાયના ફરકને સમજે - સૂત્ર
    - જ્યાં 15 ટકાથી વધારે વિવરણ નુકશાન છે ત્યાં ગ્રાહકને બિલ ચુકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે - સૂત્ર
    - વધારે નુકશાનવાળા વિસ્તારમાં સ્માર્ટ મીટર પહેલા લગાવવાની યોજના - સૂત્ર
    - નવી યોજના પર પાવર રિફાર્મ 2.0નો હિસ્સો હશે- સૂત્ર

    દિવસમાં ત્રણ પ્રકારના હોઈ શકે છે વિજળી ટેરિફ
    કેન્દ્રની મોદી સરકાર વિજળી સપ્લાય શ્રેષ્ઠ બનાવી ગ્રાહકોને મોટા વિજળી કટથી બચાવવા માટે મોટું પગલુ ભરવાની દિશામાં તૈયારી કરી રીહ છે. દિવસમાં ત્રમ પ્રકારના ટેરિફ હોઈ શકે છે. જેમ કે, સવારે, બપોરે અને સાંજે વિજળીના અલગ અલગ દર હશે. રાતની વિજળીના દર અત્યારે જેટલા છે તેનાથી વધારે નહી હોય.
    Published by:kiran mehta
    First published:

    Tags: મોદી સરકાર

    આગામી સમાચાર