Home /News /business /વાહનચાલકોની સુરક્ષા માટે મોદી સરકારે બનાવ્યો નવો પ્લાન

વાહનચાલકોની સુરક્ષા માટે મોદી સરકારે બનાવ્યો નવો પ્લાન

સરકાર કરશે આ ફેરફાર

સરકાર વાહનોના ટાયરમાં નાઇટ્રોજન ગેસ ભરવાનું ફરજિયાત બનાવી શકે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર નીતિ ઘડવાની વિચારણા કરી રહી છે. નાઇટ્રોજન ભરવાના ફાયદા વિશે તમને જણાવીએ.

મોદી સરકાર હવે રોડ અકસ્માત ઘટાડવા માટે એક પ્લાન લઇને આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ચિંતા વ્યક્ત કરતા આ પ્લાન વિશે જાણાવ્યું છે. ગડકરીએ ગણાવ્યું કે રોડ અકસ્માત પર કાબૂ મેળવવા માટે ટાયરના નિર્માણમાં રબર સાથે સિલિકોનને જોડીને અને ટાયરમાં નાઈટ્રોજન ભરીને બનાવવા પર જરુરી કામ કરવામાં આવશે આ ટાયરને ઠંડુ રાખે છે અને તેમના વિસ્ફોટોનું જોખમ ઘટાડે છે.

વાહનોના ટાયરમાં નાઇટ્રોજન ગેસ ભરવાનું સરકાર ફરજિયાત બનાવી શકે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર નીતિ ઘડવાની વિચારણા કરી રહી છે. ચાલો જાણીએ નાઇટ્રોજન ભરવાના ફાયદા વિશે.

આ છે ફાયદા



નાઇટ્રોજન ગેસ ટાયરને ઉનાળામાં ઠંડુ રાખે છે. રબરને લીધે ટાયરમાં નાઇટ્રોજન ગેસ ઓછો થાય છે, જેના કારણે ટાયરમાં દબાણ સારું હોય છે. તેથી ફોર્મ્યુલા વન રેસિંગ કારના ટાયરમાં નાઇટ્રોજેન ગેસ જ ભરવામાં આવે છે. સામાન્ય હવા મફત અથવા 5 થી 10 રૂપિયામાં ભરવામાં આવે છે, જ્યારે નાઇટ્રોજન ગેસનો ખર્ચ 150 થી 200 રૂપિયા થાય છે.

આ પણ વાંચો: આ બેંક વ્યાજ વગર આપી રહી છે લોન, આ રીતે ઉઠાવો ફાયદો

દર વર્ષે રોડ અકસ્માતોમાં થાય છે 1.50 લાખ લોકોના મૃત્યુ

ગડકરીએ કહ્યું કે દર વર્ષે 1.5 લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. સરકાર તેના વિશે ગંભીર છે અને તેમને રોકવા માટે એક નવો કાયદો લાવવા માંગે છે. પરંતુ સંબંધિત બિલ એક વર્ષ માટે સંસંદમાં બાકી છે. તેમણે સભ્યોને ઝડપથી પસાર થવા વિનંતી કરી. તેમણે કહ્યું કે અકસ્માતોના અનેક કારણો છે જેમા ખરાબ રસ્તાઓ અને નિરીક્ષણનો અભાવ સામેલ છે.



સરકાર 850 ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો ખોલશે

નવા ડ્રાઇવરોને તાલીમ આપવા માટે દેશમાં લગભગ 850 ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો ખોલવામાં આવશે. વાહનોમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કે જે ડ્રીક કરવાનું અને વાહનોમાં વધુ મુસાફરોને ભરવા વગરે માહિતી સ્થાનિક પોલીસને આપશે. વાહનોની ઝડપને નિયંત્રણમાં રાખવા માટે પગલાં લેવાયા છે.
First published:

Tags: Business, Nitin Gadakari, મોદી સરકાર