Home /News /business /

મોદી સરકારનો મેગા પ્લાનઃ આગામી 4 વર્ષમાં વેચશે 100 સરકારી કંપની, 5 લાખ કરોડ એકત્ર કરશે, જાણો સમગ્ર યોજના

મોદી સરકારનો મેગા પ્લાનઃ આગામી 4 વર્ષમાં વેચશે 100 સરકારી કંપની, 5 લાખ કરોડ એકત્ર કરશે, જાણો સમગ્ર યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Photo: PTI)

નીતિ આયોગ 100 એવી સંપત્તિઓની ઓળખ કરી ચૂકી છે જેનું ખાનગીકરણ કરવામાં આવશે અને તેની વેલ્યૂ 5,00,000 કરોડ આંકવામાં આવી છે

  નવી દિલ્હી. કેન્દ્રની મોદી સરકાર (Modi Government) આગામી ચાર વર્ષમાં લગભગ 100 સંપત્તિઓને વેચવાની યોજના પર કામ કરી રહી છે. તેના માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. હવે નીતિ આયોગ (NITI Aayog)એ કેન્દ્ર સરકાર સંબંધિત મંત્રાલયોને એ સંપત્તિઓની ઓળખ કરવા માટે કહ્યું છે જે આગામી થોડાક વર્ષોમાં મોનેટાઇઝ (Monetize) કરી શકાય છે. તેના માટે નીતિ આયોગે એક પાઇપલાઇન તૈયાર કરવા માટે કહ્યું છે. નીતિ આયોગ તે સંપત્તિઓ અને કંપનીઓની યાદી તૈયાર કરી રહ્યું છે જેને આવનારા દિવસોમાં વેચાણ માટે શિડ્યૂલ કરી શકાય છે.

  વેલ્યૂ લગભગ 5,00,000 કરોડ રૂપિયા હશે

  'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, નીતિ આયોગ ઓછામાં ઓછી 100 એવી સંપત્તિઓની ઓળખ કરી ચૂકી છે જેનું ખાનગીકરણ (Privatization) કરવામાં આવશે અને તેની વેલ્યૂ 5,00,000 કરોડ હશે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ સંપત્તિઓને વેચવા માટે ફાસ્ટ્રેક મોડમાં કામ કરશે. લગભગ 31 વ્યાપક અસેટ્સ કલાસિસ, 10 મંત્રાલયો કે કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોમો માટે મેપ કરવામાં આવ્યા છે. આ યાદી મંત્રાલયોની સાથે શૅર કરવામાં આવી છે અને સંભવિત રોકાણ સ્ટ્રક્ચર પર વિચાર શરૂ થઈ ગયો છે.

  આ કંપનીઓને વેચવાની યોજના

  આ સંપત્તિઓમાં ટોલ રોડ બંડલ, પોર્ટ, ક્રૂઝ ટર્મિનલ, ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેલ અને ગેસ પાઇપલાઇન, ટ્રાન્સમિશન અને ટાવર, રેલવે સ્ટેશન, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પર્વતીય રેલવે, પરિચાલન મેટ્રો સેક્શન, વેરહાઉસ અને કોમર્શિયલ પરિસર સામેલ છે. જો સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તો આ પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે એક લેન્ડ મેનેજમેન્ટ એજન્સીને હસ્તાંતરિત કરવામાં આવશે. એક અન્ય સરકારી અધિકારીએ કહ્યું છે કે ફ્રોહોલ્ડ લેન્ડને આ પ્રસ્તાવિત ફર્મને હસ્તાંતરિત કરી દેવામાં આવશે, જે ડાયરેક્ટ વેચાણ અને રિયલ એસ્ટેટ ટ્રસ્ટ કે આરઇઆઇટી મોડલના માધ્યમથી કમાણી કરશે.

  આ પણ વાંચો, 16 માર્ચે ઓપન થઈ રહ્યો છે Kalyan Jewellersનો IPO, ચેક કરો પ્રાઇઝ બેન્ડ અને અન્ય ડિટેલ્સ

  શું છે મોદી સરકારનો પ્લાન?

  નોંધનીય છે કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એક વેબિનાર (Webinar)માં સરકારના વિનિવેશ પ્લાન (Divestment Plan)ને લઈને ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે સરકાર મોનેટાઇઝેશન, આધુનિકીકરણ પર ધ્યાન આપી રહી છે. ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે, રોજગાર મળે છે. ખાનગીકરણ, સંપત્તિના મોનેટાઇઝેશનથી જે નાણા આવશે તેને જનતા પર ખર્ચ કરવામાં આવશે. સરકાર બંધ પડી ગયેલી 100 સરકારી સંપત્તિઓને વેચીને ધન એકત્ર કરવાનું કામ કરી રહી છે. નવા આંકડાઓ મુજબ, લગભગ 70થી વધુ સરકારી કંપનીઓ નુકસાનીમાં ચાલી રહી છે, તેમાં રાજ્ય દ્વારા સંચાલિત યૂનિટ્સ પણ છે. જેઓએ નાણાકીય વર્ષ 2019માં 31,635 કરોડ રૂપિયાનું સંયુક્ત નુકસાનની સૂચના આપી હતી. સરકાર હવે આ તમામ નુકસાનીમાં ચાલી રહેલા યૂનિટ્સને બંધ કરવા માંગે છે.

  આ પણ વાંચો, Statue of Unityના મૂર્તિકાર રામ સુતારના ઘરેથી 26 લાખ રૂપિયા રોકડા અને મોંઘાં ઘરેણાંની થઈ ચોરી

  ખાસ વાત એ છે કે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા જનરલ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ જણાવ્યું હતું કે સરકારે વિનિવેશના માધ્યમથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર જુલાઈ-ઓગસ્ટ સુધી એર ઈન્ડિયા, બીપીસીએલને લઈ વિનિવેશ પ્લાન પૂરો કરવાની તૈયારી કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Budget 2021, Business news, Disinvestment, Nirmala Sitharaman, Niti Aayog, Privatization, ગુજરાતી ન્યૂઝ, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन