જો તમારો ચેક બાઉન્સ થયો તો હવે...

પ્રતિકાત્મક તસવીર

દેશભરની અલગ-અલગ કોર્ટમાં ચેક બાઉન્સના લગભગ 20 લાખ કેસ નોંધાયા છે...

  • Share this:
ચેક બાઉન્સના નિયમો હવે કડક બની શકે છે. કેબિનેટની બેઠકમાં નેગોશિએબલ ઈંસ્ટ્રુમેન્ટ એક્ટ 1881માં ફેરફાર કરવાની મંજૂરી મળી શકે છે. આ સિવાય કેટલાક નિયમ કડક કરવાની પણ તૈયારી કરી રહી છે સરકાર. તમને જણાવી દઈએ કે, જ્યારે પહેલીવાર નેગોશિએબલ ઈંસ્ટ્રુમેન્ટ એક્ટમાં જેલમાં જવાનો કાયદો બનાવ્યો ત્યારે ચેક બાઉન્સ થવાની ઘટનાઓ થોડા અંશે ઓછી થઈ હતી.

ચેક બાઉન્સ થાય તો બેન્ક હાલમાં પેનલ્ટી વસુલે છે, અને તેના પર સિક્કો મારી પાછો આપી દે છે. ત્યારબાદ પેમેન્ટ લેવા-આપવા માટે ચેક જાહેર કરનાર વ્યક્તિએ ફરી ચેક જાહેર કરવો પડે છે, જેના કારણે સમય સાથે આપર્થિક નુકશાન પણ થાય છે.

નવા કાયદામાં આ નિયમો બની શકે છે

નવા કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ ચેક બાઉન્સ થયાના એક મહિનામાં કેટલોક દંડ ન ભરી શકે તો તેને જેલ થઈ શકે છે.

આવા મામલાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવાનો કાયદો બની શકે છે.
હાલના કાયદામાં જેલની સજાની જોગવાઈ તો છે, પરંતુ કાયદાકીય લડાઈમાં મહિનાઓ-વર્ષો લાગી જાય છે.

હાલનો કાયદો શું છે
- હાલના કાયદા પ્રમાણે ચેકના મુલ્યનો બે ઘણો દંડ અથવા બે વર્ષની સજા અથવા બંનેની જોગવાઈ છે.
- પરંતુ આ જોગવાઈનો અમલ કોર્ટના નિર્ણય બાદ થાય છે.

ચેક બાઉન્સ થવાના દેશમાં 20 લાખ મામલા
- દેશભરની અલગ-અલગ કોર્ટમાં ચેક બાઉન્સના લગભગ 20 લાખ કેસ નોંધાયા છે.
- આમાંથી કેટલાક મામલા તો પાંચ વર્ષથી પણ વધારે જુના છે
First published: