મોદી સરકારનો નિર્ણય, ઘરની વીજળી કપાશે તો સીધા તમારા ખાતામાં આવશે પૈસા

News18 Gujarati
Updated: September 1, 2019, 5:09 PM IST
મોદી સરકારનો નિર્ણય, ઘરની વીજળી કપાશે તો સીધા તમારા ખાતામાં આવશે પૈસા
24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર ટૂંક સમયમાં નવી નીતિને મંજૂરી આપી શકે છે. આ અંતર્ગત ગ્રાહકોને વીજ કપાત પર નુકસાન મળશે.

24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર ટૂંક સમયમાં નવી નીતિને મંજૂરી આપી શકે છે. આ અંતર્ગત ગ્રાહકોને વીજ કપાત પર નુકસાન મળશે.

  • Share this:
ગ્રાહકો માટે સતત વીજળી ઉપલબ્ધ રહે તે માટે સરકાર ટૂંક સમયમાં નવી નીતિને મંજૂરી આપી શકે છે, સપ્લાયમાં ગડબડ થવા પર ગ્રાહકોને વીજ કંપની પાસેથી પૈસા મળવાનો પ્રસ્તાવ છે. આ કેસ સાથે જોડાયેલા સૂત્રોએ માહિતી આપી છે કે વીજ મંત્રાલયે કેબિનેટ મંજૂરી માટે નવી પાવર ટેરિફ પોલિસીનો ડ્રાફ્ટ મોકલ્યો છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી મળે તેવી સંભાવના છે.

વીજ કપાત પર નુકસાન મળશે

નીતિ અંતર્ગત, જો કુદરતી આફતો અથવા ટેકનીકી કારણોસર વીજળી કાપવામાં આવે છે, તો સંબંધિત વીજ કંપનીઓને નુકસાન ચૂકવવું પડશે અને પૈસા સીધા ગ્રાહકોના ખાતામાં જશે. દંડનો નિર્ણય રાજ્ય વીજળી નિયમન આયોગ દ્વારા લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી ટેરિફ પોલિસી કેબિનેટને મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી મળે તેવી સંભાવના છે.નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જુલાઈમાં પોતાના બજેટ ભાષણમાં એક દેશ એક ગ્રિડના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માળખાકીય સુધારા પર ભાર મૂક્યો હતો. સીતારમણે કહ્યું હતું કે, અમે વીજળી જેવા અવરોધોને હટાવવા માટે રાજ્ય સરકાર સાથે કામ કરીશું.

સીધા ગ્રાહકના ખાતામાં મળશે પૈસાવીજ કંપનીઓએ ગુણવત્તા પૂર્ણ 24 કલાક વીજળી ઉપલબ્ધ કરવી અનિવાર્ય બનશે, ટેકનીક કારણોસર કુદરતી આફતોથી વીજળી કપાઇ જાય છે તો તે સંબંધિત વીજ કંપનીઓએ નુકસાન આપવું પડશે.નીતિ ગુણવત્તાયુક્ત વીજળી આપવાની વાત પણ કરી છે. એટલે કે, વોલ્ટેજ વધઘટ જેવી સમસ્યાઓ દૂર થશે. ટ્રાન્સફોર્મર વિક્ષેપ જેવી સમસ્યાઓ આપેલ સમય મર્યાદામાં ઠીક કરવી ફરજિયાત રહેશે. નવી ટેરિફ પોલિસીમાં અન્ય બાબતોની સાથે ગ્રાહકોના ખાતામાં સીધી વીજ સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જો રાજ્ય સરકારો સસ્તી વીજળીની જાહેરાત કરે છે, તો તેઓને વિતરણ કંપનીઓને બદલે ગ્રાહકોના ખાતામાં સીધી સબસિડી મોકલવી પડશે.

સાથે નવી નીતિમાં આગામી ત્રણ વર્ષમાં સ્માર્ટ / પ્રીપેઇડ મીટર લગાવવાની જોગવાઈ પણ કરવામાં આવશે. સ્માર્ટ / પ્રીપેઇડ મીટરથી ગ્રાહકો મોબાઇલ ફોનની જેમ જરૂરિયાત મુજબ રિચાર્જ કરી શકશે. આ એક તરફ વીજળી બચતને પ્રોત્સાહન આપશે, તો વિતરણ કંપનીઓનું આર્થિક આરોગ્ય પણ સારુ રહેશે.
First published: September 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading