1 વર્ષ નોકરી કરનાર પણ હશે Gratuaityના હકદાર, ટૂંક સમયમાં બદલાઈ શકે છે નિયમ

News18 Gujarati
Updated: October 30, 2019, 3:39 PM IST
1 વર્ષ નોકરી કરનાર પણ હશે Gratuaityના હકદાર, ટૂંક સમયમાં બદલાઈ શકે છે નિયમ
પ્રતીકાત્મક તસવીર

હાલ ગ્રેચ્યુઇટી એમને મળે જે કોઈ કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી નોકરી કરે છે, 5 વર્ષ પહેલા નોકરી છોડતાં ગ્રેચ્યુઇટી નથી મળતી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) ગ્રેચ્યુઇટી (Gratuity)ના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર ગ્રેચ્યુઇટી માટે પાંચ વર્ષની સીમાને ઘટાડીને એક વર્ષ કરવા જઈ રહી છે. તેના માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં એક સંશોધિત બિલ લઈને આવશે. જોકે, સરકારે ગ્રેચ્યુઇટીની સીમા પાંચ વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવા વિશે કોઈ અધિકૃત જાહેરાત નથી કરી. એ વાતની પણ કોઈ પાકી જાણકારી નથી કે સરકાર સંસદના આગામી સત્રમાં આ પ્રકારના બિલને રજૂ કરશે કે નહીં.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, હાલમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કોડ ઑફ સોશિયલ સિક્યુરિટી 2019 પર એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને આ ડ્રાફ્ટ પર સ્ટેક હોલ્ડર અને જનતા પાસે સૂચન અને ટિપ્પણીઓ મંગાવી છે. મંત્રાલયને નિર્ધારિત ફોર્મેટમાં સૂચન મોકલવાની અંતિમ તારીખ ગત સપ્તાહે (25 ઑક્ટોબર) સમાપ્ત થઈ ગઈ.

ગ્રેચ્યુઇટીની સીમા વધારીને 20 લાખ રૂપિયા થઈ

નોંધનીય છે કે, આ વર્ષે વચગાળાના બજેટમાં સરકારે ગ્રેચ્યુઇટી ચૂકવણીની સીમાાને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી હતી. હવે લગભગ પાંચ વર્ષ બાદ નોકરી છોડતાં મળનારી મહત્તમ 10 લાખ રૂપિયાની રકમને વધારીને મહત્તમ 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

હાલ 5 વર્ષની નોકરી પર મળે છે ગ્રેચ્યુઇટી

હાલ ગ્રેચ્યુઇટી એ લોકોને મળે છે જે કોઈ કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી નોકરી કરે છે. 5 વર્ષ પહેલા નોકરી છોડતાં ગ્રેચ્યુઇટી નથી મળતી. એવામાં સરકાર ગ્રેચ્યુઇટી માટે નિર્ધારિત 5 વર્ષની મર્યાદાને ઘટાડીને એક વર્ષ કરી શકે છે.શું હોય છે ગ્રેચ્યુઇટી?

જો ગ્રેચ્યુઇટીને સરળ ભાષામાં જાણીએ તો તે કર્મચારીઓને તેમની કંપની દ્વારા આપવામાં આવતો વધારાનો લાભ છે. હાલમાં તે કર્મચારીઓને ત્યારે મળે છે જ્યારે તે એક કંપનીમાં પાંચ વર્ષ સુધી કામ કરે છે. બીજી તરફ, જો સેવાકાળ દરમિયાન કોઈ કર્મચારીનું મોત થઈ જાય છે તો ગ્રેચ્યુઇટીની રકમ તેમના નોમિનીને આપવામાં આવે છે.

ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?

ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીની પગાર અને તેમની કંપની માટે સેવાની અવધિ પર નિર્ભર કરે છે. તેની ગણતરી ખૂબ સરળ છે. કર્મચારીની ગ્રેચ્યુઇટી તેના 15 દિવસોના પગારને જેટલા વર્ષ સુધી તેમણે તે કંપનીમાં કામ કર્યું છે તેને ગુણ્યા કરીને કાઢવામાં આવે છે. એક્ટ હેઠળ કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી ઉપાડવા માટે ફૉર્મ્યૂલા છે:
આ ફૉર્મ્યૂલા છે: 15 X છેલ્લો પગાર X કામ કરવાની અવધિ) ભાગ 26
અહીં છેલ્લા પગારનો અર્થ બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું અને વેચાણ પર મળનારું કમીશન છે.

આ પણ વાંચો,

નોટબંધી જેવું મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે મોદી સરકાર! ઘરમાં રાખેલા સોનાની જાણકારી આપવી પડશે
IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમમાં મોટો ફેરફાર કર્યો, ન જાણ્યું તો ભારે નુકસાન થશે
First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर