બજેટમાં બેંકોને 40 હજાર કરોડ આપી શકે છે મોદી સરકાર, તમારી પર થશે આવી અસર

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય નાગરિકોને લોન લેવામાં થશે સરળતા, સરકાર લેશે આવા પગલાં

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : મોદી સરકાર સરકારી બેંકોની સ્થિતિ સુધારવા અને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કથી બહાર કાઢવા માટે તેમને આ નાણાકિય વર્ષમાં 40,000 કરોડ રૂપિયા આપી શકે છે. તેની જાહેરાત જુલાઈમાં રજૂ થનારા બજેટમાં થઈ શકે છે. લગભગ પાંચ બેંક હજુ પણ રિઝર્વ બેંકના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કના દાયરામાં છે. PCAના દાયરામાં લાવનારી બેંકોને લોન આપવા પર કેટલીક કારોબારી પાબંદીઓ લાગી જાય છે.

  મીડિયા રિપોર્ટ્સ અુનસાર, સરકાર લોન ગ્રોથ વધારવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ અનેક નબળી બેંકોની બેલેન્સ સીટ વચ્ચે આવી રહી છે. બેલેનસ શીટ નબળી હોવાના કારણે આ બેંકોને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પીએસએ ફ્રેમવર્કમાં આવી જાય છે જેને તેમને લોન આપવા પર પાબંદી લાગી જાય છે. આ સ્થિતિને બદલવા માટે સરકારે આ બેંકોને 40 હજાર કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી બેંકોની બેલેન્સ શીટમાં સુધાર થશે.

  ગયા વર્ષે આપ્યા હતા 1.60 લાખ કરોડ રૂપિયા

  ગયા વર્ષે સરકારે બેંકોને પીસીએ ફ્રેમવર્કથી બહાર કાઢવા માટે રેકોર્ડ 1.6 લાખ કરોડ રૂપિયાની વહેંચણી કરી હતી. આ સરકારી મદદથી 5 બેંક પીસીએ ફ્રેમવર્કથી બહાર આવી ગઈ હતી. હાલના નાણાકિય વર્ષની પહેલા ક્વાર્ટરના પરિણામો આવ્યા બાદ જ બેંકોની ફંડ આપવાનો નિર્ણય લેવાશે.

  તમારી પર શું થશે અસર?

  પીસીએ ફ્રેમવર્કથી બહાર થયા બાદ સરકારી બેંક લોન આપવા માટે કાબેલ થઈ જશે. આપને બેંકોથી સરળતાથી લોન મળી શકશે.
  Published by:Mrunal Bhojak
  First published: