નોટબંધી જેવું મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે મોદી સરકાર! ઘરમાં રાખેલા સોનાની જાણકારી આપવી પડશે

News18 Gujarati
Updated: October 30, 2019, 1:01 PM IST
નોટબંધી જેવું મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે મોદી સરકાર! ઘરમાં રાખેલા સોનાની જાણકારી આપવી પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ઇનકમ ટેક્સની એમનેસ્ટી સ્કીમની જેમ સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકાય છે

  • Share this:
નવી દિલ્હી : નોટબંધી (Demonetisation) બાદ કાળા નાણા (Black Money) પર મોદી સરકાર (Modi Government) બીજું મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, કાળા ધનથી સોનું (Gold) ખરીદનારાઓ પર લગામ કસવા માટે સરકાર સ્કીમ લાવી શકે છે. સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી મુજબ, ઇનકમ ટેક્સ (Income Tax)ની એમનેસ્ટી સ્કીમની જેમ સોના માટે એમનેસ્ટી સ્કીમ (Amnesty Scheme) લાવી શકાય છે. એક નિયત માત્રાથી વધુ બિલ વગરનું સોનું હશે તો તેની જાણકારી આપવી પડશે અને સોનાની કિંમત સરકારને જણાવવી પડશે.

નિયત માત્રામાં ટેક્સ આપવો પડશે

સૂત્રો મુજબ, આ એમનેસ્ટી સ્કીમ હેઠળ સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. બિલ વગરના જેટલા સોનાનો ખુલાસો કરશો તેની પર એક નિયત માત્રામાં ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય મર્યાદા માટે જ ખોલવામાં આવશે. સ્કીમની અવધિ ખતમ થયા બાદ નિયત માત્રાથી વધુ સોનું મેળતા ભારે દંડ આપવો પડશે. મંદિર અને ટ્રસ્ટની પાસે પડેલા સોનાને પણ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવાની ખાસ જાહેરાત થઈ શકે છે.

સોનાને અસેટ ક્લાસ તરીકે પ્રોત્સાહન આપવાની પણ થઈ શકે છે જાહેરાત

સૂત્રોના હવાલાથી મળતી જાણકારી મુજબ, એમનેસ્ટી સ્કીમની સાથોસાથ સોનાને અસેટ ક્લાસ તરીકે પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત થઈ શકે છે. તેના માટે સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમને આકર્ષક બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી શકે છે. સોવરન ગોલ્ડ બૉન્ડ સર્ટિફિકેટને મોર્ગેજ કરવાનો પણ વિકલ્પ આપી શકાય છે અને ગોલ્ડ બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારની સોનાને પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે વિકસિત કરવાની ઈચ્છા છે. તેના માટે આઈઆઈએમના પ્રોફેસરની ભલામણના આધારે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયે પોતાનો પ્રસ્તાવ કેબિનટની પાસે મોકલ્યોસૂત્રો મુજબ, નાણા મંત્રાલયના ઇકોનોમિક અફેર્સ વિભાગ અને રાજસ્વ વિભાગ મળીને આ સ્કીમનો મુસદ્દો તૈયાર કર્યો છે. નાણા મંત્રાલયે પોતાનો પ્રસ્તાવ કેબિનેટની પાસે મોકલ્યો છે. ટૂંક સમયમાં કેબિનેટથી તેને મંજૂરી મળી શકે છે. ઑક્ટોબરના બીજા સપ્તાહમાં જ કેબિનેટમાં તેની પર ચર્ચા થવાની હતી. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના કારણે અંતિમ ઘડીએ નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો,

Sensex ફરી 40 હજારને પાર, આ કારણોથી આવી તેજી, તમારી પાસે પણ કમાવાની ઉત્તમ તક
IRCTCએ ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમમાં મોટો ફેરફાર કર્યો, ન જાણ્યું તો ભારે નુકસાન થશે
First published: October 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading