નવી દિલ્હી. LPG સિલિન્ડર (LPG Cylinders)નો ઉપયોગ કરનારા ગ્રાહકોને કેન્દ્રની મોદી સરકાર (Modi Governement)એ મોટી રાહત આપી છે. મૂળે, હવે ગ્રાહક પોતાની મરજી મુજબ ડિસ્ટ્રીબ્યૂટર (LPG Cylinder Distributor) પસંદ કરી શકશે. જેનો અર્થ એ થયો કે હવે ગ્રાહક નક્કી કરશે કે તેમણે કયા ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી ગેસ સિલિન્ડર ભરાવવો છે. હાલમાં ગ્રાહકોને કોઈ એક ડિસ્ટ્રીબ્યૂટર સાથે ગેસ સિલિન્ડર ભરાવવા માટે બાધ્ય રહેવું પડે છે.
મૂળે, લોકસભામાં કેટલાક સાંસદોએ એવો સવાલ કર્યો હતો કે શું LPG ગ્રાહક એ નક્કી કરી શકે છે કે તેમણે કયા ડિસ્ટ્રીબ્યૂટરથી સિલિન્ડર રિફિલ કરાવવો છે. આ સવાલ પર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (Ministry of Petroleum and Natural Gas)ના રાજ્યમંત્રી રામેશ્વર તેલી (Rameswar Teli)એ નવી સુવિધા વિશે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે LPG ગ્રાહકને રિફિલ પોતાની પસંદના ડિસ્ટ્રીબ્યૂટરથી લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. હવે ગ્રાહક પોતાની મરજીથી રિફિલ બુક કરાવવા માટે ડિસ્ટ્રીબ્યૂટરની પસંદગી કરી શકે છે.
પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ પોતાના લેખિત જવાબમાં આ સુવિધા વિશે વિસ્તારથી જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે રજિસ્ટર્ડ લોગીનનો ઉપયોગ કરીને મોબાઇલ એપ કે ઓએમસી વેબ પોર્ટલના માધ્યમથી ડિસ્ટ્રીબ્યૂટરની પસંદગી કરી શકાય છે. તેની સાથે જ ગ્રાહક સિલિન્ડર ડિલીવરી કરનારા વિતરકની રેટિંગ પણ આપી શકશે. આ રેટિંગ ડિસ્ટ્રીબ્યૂટરના પહેલા પ્રદર્શન પર આધારિત હશે. તેનો અર્થ એ થયો કે તમે ખરાબ રેટિંગવાળા વિતરકથી પહેલા જ એલર્ટ થઈ શકો છો.
મંત્રીએ જણાવ્યું કે, રેટિંગની સાથે મોબાઇલ એપ કે ઓઇલ કંપનીઓના પોર્ટલ પર વિતરકોની સમગ્ર યાદી પણ આપવામાં આવશે. LPG રિફિલની ડિલીવરી માટે ગ્રાહકને પોતાના વિસ્તારની યાદીમાંથી કોઈ પણ ડિસ્ટ્રીબ્યૂટરને માત્ર Tap કરીને કે Click કરીને પસંદ કરી શકો છો. આ સુવિધા દેશના કેટલાક શહેરોમાં શરુ કરવામાં આવી છે પરંતુ સરકાર તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો ઈરાદો ધરાવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર