રસોઈમાં વધેલા ખાદ્ય તેલથી ચાલશે તમારી કાર! જાણો - નવી યોજના વિશે...
News18 Gujarati Updated: October 2, 2019, 9:00 PM IST

પ્રતિકાત્મક તસવીર
આ ફોન નંબર પર ફોન કરીને જમા કરાવો તમારૂ ઉપયોગમાં લેવાયેલુ ખાદ્ય તેલ
- News18 Gujarati
- Last Updated: October 2, 2019, 9:00 PM IST
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પર્યાવરણમાંથી પ્રદુષણ ઘટાડવા માટે મોટુ પગલું ભર્યું છે. સરકારે મોટું પગલું ભરતા જમવાનું બનાવ્યા બાદ વધેલા ખાદ્ય તેલનો ફરીથી ઉપયોગ કરવા માટેની નવી રીત શોધી કાઢી છે. હવે આ તેલથી બાયોડિઝલ બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ખાદ્ય તેલ એક વાર ઉપયોગમાં લીધા બાદ ફરી તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
આ બધી વાતને ધ્યાનમાં રાખી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) Indian Oil Corporation Ltd, Bharat Petroleum અને Hindustan Petroleum) હવે બાયોડિઝલ બનાવવાને લઈ પ્રાઈવેટ કંપનીઓ સાથે કરાર કરશે, જે બાયોડિઝલ બનાવવા માટે પ્લાન્ટ લગાવશે. શરૂઆતમાં તેલ કંપનીઓ બાયોડિઝલ 51 રૂપિયા પ્રતિ લીટરે લેશે અને બીજા વર્ષે તેની કિંમત વધીને 52.7 રૂપિયા લીટર થશે અને ત્રીજા વર્ષે વધીને 54.5 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
આ ફોન નંબર પર ફોન કરીને જમા કરાવો તમારૂ ઉપયોગમાં લેવાયેલુ ખાદ્ય તેલ - IOC તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, હવે કોઈ પણ વ્યક્તિ 1800112100 પર ફોન કરી યૂઝ્ડ ખાદ્ય તેલને (એક વખત ઉપયોગ કર્યા બાદ બચેલું ખાદ્ય તેલ) જમા કરાવી શકો છો.શું છે યોજના - પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પહેલની શરૂઆત કરી દીધી છે. હવે યૂઝ ખાદ્ય તેલને જમા કરવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. હોટલ અને રૅસ્ટોરન્ટ પોતાને ત્યાં એવા સ્ટીકર લગાવશે, જેમાં લખેલુ હશે કે, તે બાયોડિઝલ બનાવવા માટે એક વખત ઉપયોગ થઈ ગયેલા ખાદ્ય તેલને સપ્લાય કરે છે.

- આ અંતર્ગત સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઉપયોગ થઈ ચુકેલા ખાદ્ય તેલથી બાયોડિઝલ માટે પ્લાન્ટ લગાવવાની ઈચ્છુક પ્રાઈવેટ કંપનીઓ પાસે બોલી મંગાવશે. - ત્યારબાદ આ કંપનીઓ બાયોડિઝલને 51 રૂપિયા પ્રતિ લીટરના નક્કી દરથી ખરીદશે. બીજા વર્ષે તે વધીને 52.7 રૂપિયા અને ત્રીજા વર્ષે 54.5 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવશે.
- તમને જણાવી દઈએ કે, જમવાનું બનાવી દીધા બાદ વધેલા ખાદ્ય તેલના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર, એથેરોસક્લેરોસિસ, અલ્ઝાઈમર અને લીવર સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો હોય છે.
- બાયો-ડી કંપની દેશની એક માત્ર કંપની છે જે ઉપયોગમાં લેવામાં આવેલા ખાદ્ય તેલને ખરીદી બાયો ડિઝલ બનાવે છે. દિલ્હી અને એનસીઆરમાં કંપનીએ ઓઈલનો ભાવ 22થી 24 રૂપિયા પ્રતિ લીટર નક્કી કર્યો છે.
- જોકે, કાનપુર અને લખનઉમાં 15 રૂપિયામાં ખરીદવાની વાત ચાલી રહી છે. આ બાવ ઓછો હોવા પાછળનું કારણ ટ્રાન્સપોર્ટ ખર્ચનો હવાલો આપવામાં આવી રહ્યો છે. બાદમાં તે 51 રૂપિયા પ્રતિ લીટરે વેચવામાં આવી રહ્યું છે. એવામાં રેટને લઈ હોટલ અને રેસ્ટોરન્ટના માલિક ટેન્શનમાં છે.
આ બધી વાતને ધ્યાનમાં રાખી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) Indian Oil Corporation Ltd, Bharat Petroleum અને Hindustan Petroleum) હવે બાયોડિઝલ બનાવવાને લઈ પ્રાઈવેટ કંપનીઓ સાથે કરાર કરશે, જે બાયોડિઝલ બનાવવા માટે પ્લાન્ટ લગાવશે. શરૂઆતમાં તેલ કંપનીઓ બાયોડિઝલ 51 રૂપિયા પ્રતિ લીટરે લેશે અને બીજા વર્ષે તેની કિંમત વધીને 52.7 રૂપિયા લીટર થશે અને ત્રીજા વર્ષે વધીને 54.5 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
આ ફોન નંબર પર ફોન કરીને જમા કરાવો તમારૂ ઉપયોગમાં લેવાયેલુ ખાદ્ય તેલ - IOC તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, હવે કોઈ પણ વ્યક્તિ 1800112100 પર ફોન કરી યૂઝ્ડ ખાદ્ય તેલને (એક વખત ઉપયોગ કર્યા બાદ બચેલું ખાદ્ય તેલ) જમા કરાવી શકો છો.શું છે યોજના - પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પહેલની શરૂઆત કરી દીધી છે. હવે યૂઝ ખાદ્ય તેલને જમા કરવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. હોટલ અને રૅસ્ટોરન્ટ પોતાને ત્યાં એવા સ્ટીકર લગાવશે, જેમાં લખેલુ હશે કે, તે બાયોડિઝલ બનાવવા માટે એક વખત ઉપયોગ થઈ ગયેલા ખાદ્ય તેલને સપ્લાય કરે છે.

- આ અંતર્ગત સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઉપયોગ થઈ ચુકેલા ખાદ્ય તેલથી બાયોડિઝલ માટે પ્લાન્ટ લગાવવાની ઈચ્છુક પ્રાઈવેટ કંપનીઓ પાસે બોલી મંગાવશે.
Loading...