મોદી સરકાર 1 જૂલાઈએ રજૂ કરશે નવી સ્કીમ, મળશે વધારો નફો, જાણો - શું છે આ યોજના?

News18 Gujarati
Updated: June 28, 2020, 3:46 PM IST
મોદી સરકાર 1 જૂલાઈએ રજૂ કરશે નવી સ્કીમ, મળશે વધારો નફો, જાણો - શું છે આ યોજના?
પ્રતિકાત્મક તસવીર

વ્યાજથી થતી કમાણી પર ઈન્કમ ટેક્સના નિયમ હેઠળ ટેક્સ ભરવો પડશે. વ્યાજ ઈન્કમ પર બાદમાં TDS પણ કપાશે.

  • Share this:
નવી દિલ્હી : સરકારે એક જુલાઈથી ટેક્સેબલ ફ્લોટિંગ રેટ બચત બોન્ડ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આનાથી લોકોને સુરક્ષિત સરકારી સાધનોમાં રોકાણ કરવાનો અવસર મળશે. નાણા મંત્રાલયના એક નિવેદન અનુસાર, નવી યોજનાને 7.75 ટકાવાળા ટેક્સેબલ બચત 2018ના સ્થાન પર લાવવામાં આવી રહ્યું છે. કહ્યું તે બોન્ડને 28મે 2020 બાદથી બંધ કરી દેવામાં આવ્યો છે. નિવેદનમાં કહ્યું કે, નવા બચત બોન્ડ 7 વર્ષના હશે, અને તેના ઉપર વર્ષમાં બે વખત 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વ્યાજ આપવામાં આવશે. એક જાન્યુઆરી 2021એ આપવામાં આવતું વ્યાજ 7.15 ટકાનું હશે. દર આગામી છ માસિક માટે છ-છ મહિના બાદ વ્યાજનું નવી રીતે નિર્ધારણ કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આની પર વ્યાજની એક જ હપ્તામાં ચુકવણીનો વિકલ્પ નહી હોય. બોન્ડની પુન:ચુકવણી તે શરૂ થયાના સાત વર્ષ પૂરા થયા બાદ કરવામાં આવશે. જોકે, મંત્રાલયે કહ્યું કે, પરિપક્વતા પહેલા બોન્ડના પૈસા ઉપાડવાનો વિકલ્પ વરિષ્ઠ નાગરીકોની વિશિષ્ઠ શ્રેણીને આપવામાં આવશે.

કેટલું કરી શકો છો રોકાણ

મંત્રાલયે કહ્યું કે, આ બોન્ડમાં ન્યુનત્તમ 100 રૂપિયા અને વધારેમાં વધારે 1000 રૂપિયા પ્રતિ ઈકાઈના દરથી જાહેર કરવામાં આવશે. આ રોકડા, ડ્રાફ્ટ, ચેક અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમોથી ખરીદી શકાશે. રોકડાથી માત્ર 20 હજાર રૂપિયા સુધીના બોન્ડ ખરીદવાની સુવિધા હશે. સરકાર તરફથી આ બોન્ડ રિઝર્વ બેન્ક જાહેર કરશે. રિઝર્વ બેન્કે પણ આની અલગથી અધી સૂચના જાહેર કરી છે.

વ્યાજથી થતી કમાણી પર ઈન્કમ ટેક્સના નિયમ હેઠળ ટેક્સ ભરવો પડશે. વ્યાજ ઈન્કમ પર બાદમાં TDS પણ કપાશે. કેશમાં વધારેમાં વધારે 20 હજાર રૂપિયા સુધીનો બોન્ડ ખરીદી શકાશે. આ સિવાય ડ્રાફ્ટ, ચેક, ઈલેક્ટ્રોનિક્સ પેમેન્ડ મોડથી બોન્ડ ખરીદી શકાશે. બોન્ડ કોઈ પણ સરકારી બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કથી ખરીદી શકાશે. બોન્ડને માત્ર ઈલેક્ટ્રોનિક રૂપથી ખરીદી શકાશે. બોન્ડ ખરીદતા જ આ રોકાણના બોન્ડ લેજર એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
First published: June 28, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading