પ્રાઈવેટ નોકરીયાતો માટે સરકારી નોકરીમાં ભરતી શરૂ! જાણો - ક્યાં છે મોકો

પ્રાઈવેટ નોકરીયાતો માટે સરકારી નોકરીમાં ભરતી શરૂ! જાણો - ક્યાં છે મોકો
પ્રાઈવેટ સેક્ટરના લોકોને ટુંક સમયમાં સરકારી નોકરી મળવા લાગશે. કૃષિ, સ્વાસ્થ્ય, એનર્જી સેક્ટરમાં આ પ્રકારની ભરતીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ

પ્રાઈવેટ સેક્ટરના લોકોને ટુંક સમયમાં સરકારી નોકરી મળવા લાગશે. કૃષિ, સ્વાસ્થ્ય, એનર્જી સેક્ટરમાં આ પ્રકારની ભરતીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ

 • Share this:
  પ્રાઈવેટ સેક્ટરના લોકોને ટુંક સમયમાં સરકારી નોકરી મળવા લાગશે. કૃષિ, સ્વાસ્થ્ય, એનર્જી સેક્ટરમાં આ પ્રકારની ભરતીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. CNBC આવાજને સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર, આ મામલામાં પહેલ કરતા નીતિ આયોગે યુવા પ્રોફેશનલની ભરતી નીકળી છે. નીતિ આયોગને 60 ખાલી પદો માટે લગભગ 7500 અરજીઓ મળી છે. આ પદો માટે અરજીકર્તાની ઉંમર મર્યાદા 32 વર્ષ નક્કી કરવામાં આવી છે. સાથે જ, તેમની પાસે 2 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

  આ પદો માટે મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, સીએ, એન્જિનિયર અને એમબીબીએસે અરજી કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા એપ્રિલમાં 9 લોકોને સંયુક્ત સચિવ પદ પર નિયુક્ત કર્યા હતા. સંયુક્ત સચિવ પર મોટાભાગના લોકો આઈએએસ, આઈપીએસ અથવા પછી અન્ય પ્રમુખ સેવાઓના લોકોને નિયુક્ત કરવામાં આવે છે.  ક્યાં છે સરકારી નોકરીઓ - સરકારી નોકરીમાં હવે પ્રાઈવેટ લોકોની એન્ટ્રી સરળ થઈ ગઈ છે. તેને લઈ મોટી સંખ્યામાં ભરતી શરૂ થવા જઈ રહી છે. હાલના સમયમાં નીતિ આયોગે 60 યંગ પ્રોફેશનલની ભરતી નીકાળી છે.

  આ નોકરીઓ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર્સ, એમબીબીએસે અરજીઓ કરી છે. નીતિ આયોગ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોબીજા મંત્રાલયમાં પણ રાખવામાં આવશે. તેની માટે હાલમાં 2 વર્ષનો અનુભવ અને 32 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. કૃષિ, સ્વાસ્થ્ય, ફાયનાન્સ, એનર્જી સહિત 20 ક્ષેત્રમાં નિયુક્તિ થશે. ફ્લેક્સી પૂલ માટે 54 પદો માટે ટુંક સમયમાં ભરતી નીકળશે. ડેપ્યુટી સેક્રેટરી, ડાયરેક્ટર માટે પણ પ્રાઈવેટ સેક્ટરમાંથી ભરતીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. DOPT, 400 પદો માટે ભરતીની તૈયારીઓ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, બે મહિના પહેલા જોઈન્ટ સેક્રેટરી સ્તરની 9 લોકોની ભરતી થઈ છે. આ તમામને આઈએએસ જેવી સુવિધા આપવામાં આવશે.
  First published:June 14, 2019, 15:30 pm

  टॉप स्टोरीज