મોદી સરકારનો મોટો ખુલાસો, વિદેશોમાં જમા છે રૂ. 34 લાખ કરોડનું કાળુનાણું

News18 Gujarati
Updated: June 24, 2019, 7:35 PM IST
મોદી સરકારનો મોટો ખુલાસો, વિદેશોમાં જમા છે રૂ. 34 લાખ કરોડનું કાળુનાણું
ખુલાસો! વિદેશોમાં જમા છે 34 લાખ કરોડ કાળુનાણું

દેશની ત્રણ અલગ-અલગ દિગ્ગજ સંસ્થાઓ-એનઆઈપીએફપી, એનસીએઈઆર અને એનઆઈએફએમએ પોતાના અભ્યાસમાં આ જાણકારી આપી છે.

  • Share this:
ભારતીયોએ 1980થી લઈ વર્ષ 2010 વચ્ચે 30 વર્ષની અવધીમાં લગભગ 246.48 અબજ ડોલર (17,25,300 કરોડ રૂપિયા)થી લઈ 490 અબજ ડોલર (34,30,000 કરોડ રૂપિયા) વચ્ચે કાળુનાણું દેશમાંથી બહાર મોકલવામાં આવ્યું. દેશની ત્રણ અલગ-અલગ દિગ્ગજ સંસ્થાઓ-એનઆઈપીએફપી, એનસીએઈઆર અને એનઆઈએફએમએ પોતાના અભ્યાસમાં આ જાણકારી આપી છે.

સોમવારે લોકસભાના પટલમાં રજૂ ફાયનાન્સ પર સ્ટેન્ડિગ કમિટીની એક રિપોર્ટ અનુસાર, ત્રણે સંસ્થાઓએ પોતાના અભ્યાસમાં જોયું કે, જે સેક્ટરમાં સૌથી વધારે કાળુ નાણું મળી આવ્યું છે, તેમાં રિયલ એસ્ટેટ, માઈનીંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાન-મસાલા, ગુટખા, તંબાકૂ, બુલિયન, કમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશન છે.

30 વર્ષમાં વિદેશ મોકલવામાં આવ્યું આટલું કાળુ નાણું

કમિટીએ 'સ્ટેટસ ઓફ અનએકાઉન્ટે઼ ઈનકમ-વેલ્થ બોથ ઈનસાઈડ એન્ટ આઉટસાઈડ ધ કન્ટ્રી-એ ક્રિટિકલ એનાલિસિસ' નામના રિપોર્ટમાં કહ્યું છે કે, કાળુ નાણું પેદા થવા અને ભેગુ થવાને લઈ કોઈ વિશ્વસનિય અનુમાન નથી અને તેના અનુમાન દર્શાવવા માટે નથી કોઈ સર્વમાન્ય રીત. રિપોર્ટ અનુસાર, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ રિસર્ચે પોતાના અભ્યાસમાં કહ્યું કે, ભારતમાંથી 1980થી લઈ 2010 વચ્ચે 26,88,000 લાખ કરોડ રૂપિયાથી લઈ 34,30,000 કરોડ રૂપિયા કાળુનાણું વિદેશ મોકલવામાં આવ્યું.

18 વર્ષમાં 15,15,300 કરોડ કાળુનાણું વિદેશ મોકલવામાં આવ્યું
તો નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયનાન્સિયલ મેનેજમેન્ટે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધાર (1990-2008) દરમ્યાન લગભગ 15,15,300 કરોડ રૂપિયા (216.48 અબજ ડોલર)નું કાળુ નાણું ભારતમાંથી વિદેશ મોકલવામાં આવ્યું.નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લીક પોલીસી એન્ડ ફાયનાન્સે કહ્યું કે, 1997-2009 દરમિયાન દેશના સકળ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)ના 0.2 ટકાથી લઈ 7.4 ટકા સુધી કાળુ નાણું વેદેશ મોકલવામાં આવ્યું.
First published: June 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading