નવરાત્રી ઉપર ઇમાનદાર કરદાતાઓને મોદી સરકારે આપી મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

8 ઓક્ટોબરથી કરદાતાઓને ફેસલેસ અસેસમેન્ટની સુવિધા મળવાની શરૂ થઇ જશે. એટલે કે હવે કોઇપણ મામલે કરદાતાઓ અધિકારીઓની સામે આવવું નહીં પડે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ મોદી સરકારે (PM Narendra Modi Government) આવકવેરા ભરનારા (Taxpayers) માટે મોટી પહેલ કરી છે. ઇન્કમ ટેક્સ વિભાગે (Income tax department) કરદાતાઓ માટે કાલે એટલે કે મંગળવારે ફેસલેસ અસેસમેન્ટની (faceless-assessment) શરૂઆત કરવા જઇ રહ્યો છે. એટલે કે કોઇપણ કરદાતાને વ્યક્તિગત રીતે આવકવેરા વિભાગની ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નહીં પડે. ભારત સરકારના રાજસ્વ સચિવ (Revenue Secretary) અજય ભૂષણ પાંડે (Ajay Bhushan Pandey)અને સીબીડીટી ચેરમેન પ્રમોદ ચંદ્ર મોદીએ (CBDT Chairman) નેશનલ ઇ-અસેસમેન્ટ સેન્ટરનું (E-assessment center) ઉદ્ઘાટન કર્યુ હતું.

  8 ઑક્ટોબરથી આયકર વિભાગ સંપૂર્ણ પણે ઑનલાઇન થઇ જશે

  8 ઓક્ટોબરથી કરદાતાઓને ફેસલેસ અસેસમેન્ટની સુવિધા મળવાની શરૂ થઇ જશે. એટલે કે હવે કોઇપણ મામલે કરદાતાઓ અધિકારીઓની સામે આવવું નહીં પડે. જે પણ કાર્યવાહી હશે તે નેશનલ ઇ અસેસમેન્ટ પોર્ટલ થકી કરી શકાશે.

  આ પણ વાંચોઃ-તહેવારોની સિઝનમાં SBIએ ગ્રાહકો માટે લૉન્ચ કરી આ ખાસ સુવિધા

  નેશનલ ઇ-અસેસમેન્ટ સુવિધાથી ટેક્સપેયરને સારી સુવિધાઓ મળશે
  કરદાતાઓની ફરિયાદોમાં ઘટાડો લાવવા માટે અને વેપારને સરળ બનાવવા માટે આનાથી મદદ મળશે. નવી સુવિધાથી ટેક્સપેયરોના રજિસ્ટર્ડ ઇમેઇલ અને વેબ પોર્ટલ એટલે કે www.incometaxindiaefiling.gov.in ઉપર લોગઇંન કરવા ઉપર નોટિસ અને સૂચનાઓ મળશે. રજિસ્ટર્ડ મોબાઇલ ઉપર તરત જ મેસેજ મળશે. જેના આધાર ઉપર મામલાની તપાસ કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-આનંદોઃ દિવાળી પહેલા છ કરોડ લોકોના ખાતામાં આવશે વઘારે પૈસા

  કરદાતાઓને સુવિધા રહેશે કે તેઓ પોતાના ઘરે કે ઓફિસથી આ અંગે જવાબ આપી શકશે. વેબ પોર્ટ ઉપર અપલોડ કરીને પોતાના જવાબ સીધા જ ઇ-મેઇલ દ્વારા નેશનલ ઇ-અસેસમેન્ટ સેન્ટરને મોકલી શકાશે.

  આ પણ વાંચોઃ-અમેરિકાના આ દેશમાં ચાલે છે રામ કરન્સી, એક રામ મુદ્રાના 10 ડૉલર

  સમગ્ર મામલાની તપાસ રેન્ડમ રીતે ટેક્સ અધિકારીઓની ટીમ કરશે. ટેક્સપેયર અને ટેક્સ વિભાગના અધિકારીઓ પણ જાણ નહીં હોય કે કોના અસેસમેન્ટની તપાસ કરી રહ્યા છે. ખુબજ જરૂર પડવા ઉપર કરદાતાઓનું વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા પણ મળશે. નેશનલ ઇ-અસેસમેન્ટ સેન્ટરોની સાથે દેશમાં આઠ શહેરો દિલ્હી, કોલકત્તા, ચેન્નઇ, મુંબઇ, હૈદરાબાદ, અમદાવાદ, પુના અને બેંગલુરુમાં રીજનલ સેન્ટર્સ હશે.
  Published by:ankit patel
  First published: