આ યુવાનો પર મહેરબાન મોદી સરકાર, હવે અભ્યાસ માટે આપશે 3 લાખ રૂપિયાની મદદ

News18 Gujarati
Updated: September 30, 2019, 4:32 PM IST
આ યુવાનો પર મહેરબાન મોદી સરકાર, હવે અભ્યાસ માટે આપશે 3 લાખ રૂપિયાની મદદ
મોદી સરકાર અભ્યાસ માટે આપશે 3 લાખ રૂપિયાની મદદ

બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. જેથી તે સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપે.

  • Share this:
મોદી સરકાર જમ્મુ-કાશ્મીરના યુવાનોને મુખ્યધારામાં જોડવા માટે અહીં શિક્ષણમાં ઘણા પૈસા ખર્ચ કરી રહી છે. બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. જેથી તે સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપે. તેમને ટેક્નિકલ એજ્યુકેશન માટે વાર્ષિક 3 લાખ રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ ટૅક્નૉલોજી, આર્કિટેક, આર્ટસ, ક્રાફ્ટ એન્ડ ડિઝાઈન, મેડિકલ અને જનરલ ઍજ્યુકેશન માટે જમ્મુ-કાશ્મીરના સ્ટુડન્ટ્સને PMSSS યોજના હેટલ ત્રણ લાખની મદદ કરવામાં આવશે. જોકે, આ સ્કિમનો ફાયદો એવો સ્ટુડન્ટ્સ પણ ઉઠાવી શકે છે, જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કરવા માંગે છે અથવા જે ડિપ્લોમા હોલ્ડર છે અને BE/B.TECHના બીજા વર્ષમાં દાખલો લેવા માંગે છે. PMSSS હેટલ એકેડેમિક સેશન 2019-20માં 12મા ધોરણ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.

આ સ્કિમનો લાભ ઉઠાવવા માટે ઉમેદવારમાં આ યોગ્યતા હોવી જોઈએ

- એન્જિનિયિરિંગ, ફાર્મસી, મેડિકલ, નર્સિંગ, આર્કિટેક, HMCT

- જમ્મુ-કાશ્મીર બૉર્ડ અથવા પછી જમ્મુ-કાશ્મીર સ્થિત સીબીએસઈ બૉર્ડથી 12 પાસ હોવા જોઈએ. એન્જિનિયિરિંગ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક, HMCT ઉમેદવારને 1 લાખ 25 હજારની સહાયતા રકમ મળશે.
- જ્યારે મેડિકલના વિદ્યાર્થીને 3 લાખની સહાયતા રકમ મળશે.માત્ર એન્જિનિયરિંગ માટે
વર્ષ 2017-18 બાદ ડિપ્લોમા પાસ હોય. તેમને આ સ્કિમ હેઠળ 1 લાખ 25 હજાર સુધીની સહાયતા રકમ આપવામાં આવી શકે છે.

અહીં જુઓ પુરી ડિટેલ
આ સ્કૉલરશિપ સાથે જોડાયેલી ડિટેલ ચેક કરવા માટે ઉમેદવારે ઑફિશિયલ વૅબસાઈટ www.aicte-jk-Scholarship-gov.in પર જઈ ઑનલાઈન અરજી કરવી પડશે.
First published: September 30, 2019
વધુ વાંચો
अगली ख़बर