મોદી સરકાર આપી રહી છે 1 કરોડ રૂપિયા જીતવાની તક, કરવું પડશે આ સરળ કામ

News18 Gujarati
Updated: March 1, 2020, 8:26 PM IST
મોદી સરકાર આપી રહી છે 1 કરોડ રૂપિયા જીતવાની તક, કરવું પડશે આ સરળ કામ
પ્રતિકાત્મક તસવીર

સરકાર વસ્તુ અને સેવા કરમાં હેરાફેરી રોકવાના ઉપાયો અંતર્ગત જીએસટી વ્યવસ્થામાં એક એપ્રિલથી એક એવી લોટરીની શરૂઆત કરવાની યોજના બનાવી રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ સરકાર વસ્તુ અને સેવા કર (GST)માં હેરાફેરી રોકવાના ઉપાયો અંતર્ગત જીએસટી વ્યવસ્થામાં એક એપ્રિલથી એક એવી લોટરીની શરૂઆત કરવાની યોજના બનાવી રહી છે. જેમાં હર મહિને દુકાનદાર અને ખરીદાર વચ્ચે સૌદાના દરેક બિલને લકી ડ્રોમાં સમાવવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ લોટરીમાં ઉપભોક્તાઓને એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ મળી શકે છે.

રસીદની રકમની કોઈ સીમાન નથી
અધિકારીના જણાવ્યા પ્રમાણે લોટરી યોજના ગ્રાહકોને દુકાનોમાં દરેક ખરીદીના બિલ કે રસીદ માંગવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિચારવામાં આવી છે. આનાથી જીએસટીની ચોરી રોકવામાં મદદ મળશે. અધિકારીનું કહેવું છે કે, લોટરીમાં ભાગ લીધા બાદ એવી કોઈ જ સીમા નહીં હોય કે રસીદની ન્યૂનતમ કે અધિકતમ કોઈ રકમ નક્કી કરી હોય.

આ પણ વાંચોઃ-સુરતના બહુચર્ચીત વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયા, સંતાનોની સગાઈ બાદ ફરી પાંગર્યો હતો જૂનો પ્રેમ

આ પણ વાંચોઃ-રાજકોટઃ તરછોડાયેલી નવજાત બાળકીનું નામ આપ્યું અંબે, CM રૂપાણીએ લીધી મુલાકાત

ત્રણ લકી લોકોને મળશે ઈનામલોટરીમાં એક પ્રથમ વિજેતા પસંદ કરવામાં આવશે જેને મોટું ઈનામ મળશે. રાજ્યોના સ્તર ઉપર બીજા અને ત્રીજા નંબરે વિજેતા પસંદ કરવામાં આવશે. આમાં ભાગ લેવા માટે ઉપભોક્તાઓને કોઈપણ ખરીદીની રસીદ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. જીએસટી નેટવર્ક આ માટે એક મોબાઈલ એપ વિકસિત કરી રહી છે. આ એપ મહિનાના અંત સુધી એડ્રોઈડ અને એપલના ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ-Swiggy-Zomatoની જેમ Amazon ટૂંક સમયમાં શરૂ કરશે ફૂડ ડિલિવરી સેવા!

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર એવમ સીમાશુલ્ક બોર્ડ (CBIC)ના એક અધિકારીએ ગત મહિને કહ્યું હતું કે, આ લોટરીમાં લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીના ઈનામ રાખવામાં આવી શકે છે. જીએસટી પરિષદ આ યોજના ઉપર 14 માર્ચે બેઠક પોતાનો અભિપ્રાય આપી શકે છે.આ લોટરીના પૈસા નફાખોરીના મામલામાં દંડથી આવશે. જીએસટી કાયદામાં નફાખોરી વિરુદ્ધ કાર્યવાહીની જોગવાહી છે. આમાં દંડના પૈસા ઉપભોક્તા કલ્યાણ કોષમાં રાખવામાં આવે છે.
First published: March 1, 2020, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading