કેન્દ્ર સરકારે આપી સરકારી કર્મચારીઓને તહેવાર પહેલા Gift, બે વર્ષ માટે વધાર્યું LTA

News18 Gujarati
Updated: October 12, 2020, 12:49 AM IST
કેન્દ્ર સરકારે આપી સરકારી કર્મચારીઓને તહેવાર પહેલા Gift, બે વર્ષ માટે વધાર્યું LTA
કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત વધારવામાં આવતું મોંઘવારી ભથ્થુ કોરોના સંકટના કારણે જૂના દર પર જ આપવામાં આવી રહ્યું છે

કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત વધારવામાં આવતું મોંઘવારી ભથ્થુ કોરોના સંકટના કારણે જૂના દર પર જ આપવામાં આવી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા ડાંવાડોલ થઈ ચુકી છે. આ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને કહેવારની સિઝનમાં મોટી ગિપ્ટ આપી છે. કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પૂર્વોત્તર, લદ્દાખ, અંડમાન નિકોબાર દ્વીપ સમૂહો અને જમ્મુ-કાશ્મીરની યાત્રા માટે લીવ ટ્રાવેલ એલાઉન્સની સુવિધા બે વર્ષ માટે વધારી દીધી છે.

એલટીએ સુવિધાઓ 25 સપ્ટેમ્બર 2022 સુધી વધારી દેવામાં આવી છે

જિતેન્દ્રસિંહે જણાવ્યું કે, કર્મચારીઓને એલટીટી માટે પેડ હોલિડેની સાથે-સાથે આવવા-જવા માટે ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવશે. આ સિવાય આ રાજ્યોની યાત્રા પ્રાઈવેટ એરલાયન્સ કંપની સાથે પણ કરી શકાય છે. કેન્દ્રીય કર્મચારી હવાઈ સફર માટે ઈકોનોમિ ક્લાસની ટિકિટ બુક કરાવી શકે છે. કાર્મિક રાજ્યમંત્રીએ કહ્યું કે, નોન-એલિઝિબલ ગવર્નમેન્ટ એમ્પલોય પણ એર ટ્રાવેલ કરી શકે છે. આ તમામ સુવિધા 25 સપ્ટેમ્બર 2022 સુધી વધારી દીધી છે.

કેન્દ્રીય કર્મચારી હવે રજા મનાવવા માટે પૂર્વોત્તર, લદ્દાખ, અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ અને જમ્મુ-કાશ્મીરનો પ્લાન બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી એલટીએ આપવામાં આવે છે. આ હેઠળ કર્મચારી અને અધિકારી ક્યાંય પણ ફરવા જાય તો, ટ્રાવેલ એલાઉન્સ ક્લેમ કરી શકે છે. તેમાં ક્રમચારીઓ અથવા અધિકારી પોતાના પરિવાર સાથે અથવા એકલા ફરવા જઈ શકે છે. યાત્રા દરમિયાન થતા કેટલાક ખર્ચની ચુકવણી એલટીએ હેઠળ કરવામાં આવે છે. જોકે, કોરોના સંકટના કારણે આ વખતે કેન્દ્રીય કર્માચીરીનું મોંઘવારી ભથ્થુ નથી વધાર્યું.

ચેતવણી સમાન ઘટના: ધાબા પર ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા બે માસૂમ ભાઈ-બહેનના મોત

ચેતવણી સમાન ઘટના: ધાબા પર ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા બે માસૂમ ભાઈ-બહેનના મોતકેન્દ્રીય કર્મચારીઓને જૂના દર પ્રમાણે જ મળી રહ્યું છે મોંઘવારી ભથ્થુ

કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત વધારવામાં આવતું મોંઘવારી ભથ્થુ કોરોના સંકટના કારણે જૂના દર પર જ આપવામાં આવી રહ્યું છે. મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2020માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ 21 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ કોનરોના વાયરસના કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થવાના કારણે તેમાં વધારો નથી કરવામાં આવ્યો. હાલમાં 30 જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકાના દરે જ આપવામાં આવી રહ્યું છે. ત્યારે જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થુ વદારવાની જાહેરાત કરે છે.
Published by: kiran mehta
First published: October 12, 2020, 12:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading