Big News: ટુંક સમયમાં વધુ એક રાહત પેકેજ, થઈ શકે છે મોટી જાહેરાત!

નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે સળંગ બેઠકનો દોર ચાલી રહ્યો છે. તેને અંતિમ રૂપ આપ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પાસે સહમતી લેવામાં આવશે. ત્યારબાદ, તેની જાહેરાત કરવામાં આવશે

News18 Gujarati
Updated: September 16, 2019, 3:46 PM IST
Big News: ટુંક સમયમાં વધુ એક રાહત પેકેજ, થઈ શકે છે મોટી જાહેરાત!
નિર્મલા સિતારમન (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: September 16, 2019, 3:46 PM IST
સરકાર (Government) અર્થવ્યવસ્થા (Economy)ના મોર્ચા પર વધુ એક મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, ગત શનિવારે નાણામંત્રી નિર્મલા સિતારમને જ્યારે રાહત પેકેજની જાહેરાત કરી તો સમજવામાં આવી રહ્યું હતું કે, આ અંતિમ જાહેરાત છે. પરંતુ, સીએનબીસી-અવાજના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, નાણા મંત્રાલય વધુ એક મોટી જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યું છે.

નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે સળંગ બેઠકનો દોર ચાલી રહ્યો છે. તેને અંતિમ રૂપ આપ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પાસે સહમતી લેવામાં આવશે. ત્યારબાદ, તેની જાહેરાત કરવામાં આવશે. જો બધુ બરાબર રહ્યું તો, આ અઠવાડીએ જ નાણામંત્રી નિર્મલા સીતારમન વધુ એક પ્રસ કોન્ફરન્સ કરી શકે છે.

લિક્વિડિટી વધારવા, અને ઝડપી રોકાણ પર ફોકસ

અર્થવ્યવસ્થામાં રોકડને વધારવા માટે નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. તેના માટે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, અને તેને ટુંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવશે.

થઈ શકે છે મોટી જાહેરાત
- અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા માટે પહેલી વખત પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમને ઓટો સેક્ટર માટે સ્ક્રેપ્સ પોલીસીની ટુંક સમયમાં જાહેરાત કરવાની વાત કરી હતી. ત્યારબાદ સચિવોનું સમૂહ બનાવવામાં આવ્યું હતું. બની શકે છે અગામી પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત થઈ શકે છે.
Loading...

- રિયલ એસ્ટેટ સેક્ટર માટે માત્ર હોમ બાયર્સ માટે જાહેરાત કરવામાં આવી છે. બાકી તેને વધુ કેવી રીતે વધારવામાં આવે, તેના માટે કેટલાક અન્ય પ્રસ્તાવો પર ચર્ચા થઈ રહી છે.

આ સિવાય, 20 સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં પણ મોટી જાહેરાત થવાની સંભાવના છે.

(લક્ષ્મણ રોય, ઈકોનોમિક-પોલિટેકનિક એડિટર - CNBC અવાજ)
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...