નોકરીયાત માટે મોટા સમાચાર! ઈન્કમ ટેક્સ સ્લેબમાં કટોતી કરી શકે છે સરકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

હાલમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. 5-10 લાખ રૂપિયા સુધી ઈન્કમવાળા 20 ટકા અને 10 લાખ લાખ રૂપિયાથી વધારે ઈન્કમ પર 30 ટકા ટેક્સ આપવો પડે છે.

 • Share this:
  જો તમે નોકરી કરો છો અને તમે ઈન્કમ ટેક્સની ચૂકવણી કરો છો તો, તમેન ઝડપી મોદી સરકાર તરપથી મોટી રાહત મળી શકે છે. સરકાર મીડલ ક્લાસને ઈન્કમ ટેક્સ સ્લેબમાં કટોતીની ગીફ્ટ આપી શકે છે. આની જાહેરાત નાણામંત્રી નિર્મલા સિતારમન 1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થનારા બજેટમાં કરી શકે છે.

  લાઈવ મિંટમાં છપાયેલા સમાચાર અનુસાર, ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં ઓછી અને મધ્યમ આવકવાળા પગારદારો માટે રાહતની જાહેરાત કરતા સરકાર વ્યક્તિગત ઈન્કમ ટેક્સના દરમાં ફેરફાર કરી શકે છે.

  આ હોઈ શકે છે નવો ટેક્સ સ્લેબ

  - સરકાર 1 ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટમાં 2.5 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચેની આવક પર ટેક્સ રેટ 10 ટકા કરી શકે છે.

  - જ્યારે 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની ઈન્કમ વાળા માટે ટેક્સ રેટ ઘટાડી 20 ટકા કરવામાં આવી શકે છે. જોકે, ટેક્સથી છૂટની સીમા 2.50 લાખ રૂપિયા અપરિવર્તિત રહી શકે છે.

  માનવામાં આવી રહ્યું છે કે, ઈન્કમ ટેક્સના રેટમાં ફેરફારથી પગારદાર મીડલ ઈન્કમ ક્લાસને રાહત મળી શકે છે. તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા માટે ભરવામાં આવેલા પગલાનો કોઈ ખાસ લાભ આ વર્ગને નથી મળ્યો. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં મોટા ઘટાડાનો નિર્ણય લીધો હતો.

  સૂત્રો અનુસાર, ન્યુ ડાયરેક્ટ ટેક્સ કોડને લઈ રચેલા ટાસ્ક ફોર્સની બલામણ અનુસાર, પણ ઈન્ડીવ્યુઝ્યલ ઈન્કમ ટેક્સમાં છૂટની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. ટાસ્ક ફોર્સે આ વર્ષે ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ જમા કર્યો હતો. નાણા મંત્રાલય આ રિપોર્ટ પર વિચાર કરી રહી છે.

  હાલનો ઈન્કમ ટેક્સ સ્લેબ
  હાલમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. 5-10 લાખ રૂપિયા સુધી ઈન્કમવાળા 20 ટકા અને 10 લાખ લાખ રૂપિયાથી વધારે ઈન્કમ પર 30 ટકા ટેક્સ આપવો પડે છે. જ્યારે 1 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા અને 5 કરોડ રૂપિયાની કમાણીવાળા લોકોએ સરચાર્જ પણ આપવો પડે છે.
  Published by:kiran mehta
  First published: