મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી

News18 Gujarati
Updated: October 23, 2019, 5:09 PM IST
મોદી સરકારે ખેડૂતોને આપી દિવાળીની ગિફ્ટ! રવી પાકના ટેકાના ભાવ વધારવાની આપી મંજૂરી
પ્રતિકાત્મક તસવીર

બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં રવી પાકોના ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય એટલે કે MSPને વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે

  • Share this:
દિવાળી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ગિફ્ટ આપી છે. બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં રવી પાકોના ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય એટલે કે MSPને વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ઘઉંની MSPમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બજારના ભાવમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે. ઘઉંનો ટેકાનો ભાવ 1840થી વધારી 1925 રૂપિયા થઈ ગયો છે. બજારમાં સમર્થન મૂલ્યમાં પણ 85 રૂપિયાનો વધારો થયો છે. આનાથી સરકાર પર વધારાનો 3000 કરોડ રૂપિયાનો બોઝો પડશે.

ફટાફટ ચેક કરો રવી પાકોની નવી MSP - ઘઉંની MSP 85 રૂપિયા વધારી 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવી છે. જવની MSP પણ 85 રૂપિયા વધારી 1525 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. સરકારે દાળની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે પાક સત્ર 2019-20 માટે મસૂરની દાળનો ટેકાનો ભાવમાં 325 રૂપિયા વધારી 4800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવ્યો છે.

ગત વર્ષે આ રેટ 4475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આજ રીતે, ચણાની MSP 255 રૂપિયા વધારી 4875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, જે ગત વર્ષે 4620 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરકારે 2019-20 માટે સરસોના ટેકાના ભાવમાં 225 રૂપિયાનો વધારો કરી 4425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. જ્યારે સૂરજ મુખીનું સમર્થન મૂલ્ય 270 રૂપિયા વધારી 5215 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.રવી પાક વિશે જાણો - દેશમાં ઓક્ટોબરથી માર્ચ વચ્ચે થતા તમામ પાકને રવી પાક કહેવામાં આવે છે. રવી પાકને શિયાળુ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓક્ટોબરમાં ચોમાસુ ખતમ થાય છે ત્યારે આ બધા પાકની વાવણી શરૂ થાય છે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં રવી પાકની કાપણી કરવામાં આવે છે. આ મોસમ દરમિયાન પાકને સિંચાઈ માટે ઓછા પાણીની જરૂરિયાત રહે છે.

(અસીમ મનચન્દા, સીએનબીસી આવાજ)
First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर