મોદી સરકાર 20 જુલાઈએ લાગુ કરી શકે છે કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ, પહેલીવાર મળશે આ અધિકાર

News18 Gujarati
Updated: July 16, 2020, 3:00 PM IST
મોદી સરકાર 20 જુલાઈએ લાગુ કરી શકે છે કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ, પહેલીવાર મળશે આ અધિકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

હવે કસ્ટમર બનશે કિંગ! નવો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ ખરેખર કેટલો અસરદાર હશે?

  • Share this:
રવિશંકર સિંહ, નવી દિલ્હીઃ કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019 (Consumer Protection Act-2019) ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યૂમર અફેર્સ, ફુડ એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન (Ministry of Consumer Affairs, Food & Public Distribution)ના સૂત્રોનું માનીએ તો 20 જુલાઈ 2020 કે આગામી સપ્તાહના કોઈ પણ દિવસે આ એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે. નવો કાયદો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-1986નું સ્થાન લેશે. મોદી સરકાર (Modi Government)એ આ એક્ટમાં અનેક ફેરફાર કર્યા છે. કન્ઝ્યૂમર અફેર્સ મંત્રી રામ વિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019ના નિયમોનો મુસદ્દો તૈયાર થઈ ચૂક્યો છે. પીએમ મોદીના દિશા-નિર્દેશોમાં એક એવો કાયદો બન્યો છે, જેને લાગુ કર્યા બાદ આગામી 50 વર્ષ સુધી દેશમાં કોઈ નવા કાયદાની જરૂર નહીં પડે.

નવો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ કેટલો અસરદાર હશે?

નોંધનીય છે કે, પહેલા આ નવા કાયદાને જાન્યુઆરી મહિનામાં લાગુ કરવાનો હતો, પરંતુ કોઈ કારણસર લાગુ નહોતો કરી શકાયો. પછી તારીખ લંબાવીને માર્ચ મહિનામાં કરી દેવામાં આવી હતી. માર્ચ મહિનામાં દેશમાં કોરોનાના પ્રકોપ શરૂ થઈ ગયો અને લૉકડાઉન લાગુ થવાના કારણે તેને અમલી ન કરી શકાયો. હવે આ કાયદો લાગુ થઈ ગયા બાદ કન્ઝ્યૂમર સંબંધિત ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે. ખાસ કરીને હવે ઓનલાઇન કારોબારમાં કન્ઝ્યૂમરના હિતોની રક્ષા ન કરનારી કંપનીઓને ભારે પડી શકે છે.

આ પણ વાંચો, Jio Glassથી Jio TV+ સુધીઃ રિલાયન્સની AGMમાં આ 5 પ્રોડક્ટસે ખેંચ્યું સૌનું ધ્યાન

ભ્રામક વિજ્ઞાપનો સામે થશે કાર્યવાહી

નવા કાયદામાં કન્ઝ્યૂમરને ભ્રામક વિજ્ઞાપન જાહેર કરતાં પણ કાર્યવાહી કરવામાં આવશે. નવો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ લાગુ થયા બાદ કન્ઝ્યૂમર વિવાદોને સમયસર, પ્રભાવી અને ત્વરિત ગતિથી ઉકેલી શકાશે. નવા કાયદા હેઠળ કન્ઝ્યૂમર કોર્ટની સાથોસાથ સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની રચના કરવામાં આવી છે. આ ઓથોરિટીની રચના કન્ઝ્યૂમરના હિતોની રક્ષા કડકાઈથી થાય તેના માટે કરવામાં આવી છે. નવા કાયદામાં કન્ઝ્યૂમર કોઈ પણ સામાનને ખરીદતાં પહેલા પણ તે સામાનની ગુણવત્તાની ફરિયાદ CCPAમાં કરી શકે છે.આ પણ વાંચો, Himalayan Viagra પર સંકટ! રેડ લિસ્ટમાં મૂકવામાં આવી કીડા-જડી

કેસ દાખલ કરવામાં સરળતા રહેશે : કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ થયા બાદ કન્ઝ્યૂમર કોઈ પણ કન્યૂે મર કોર્ટમાં મામલો નોંધાવી શકશે. પહેલા કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 1986માં આવી કોઈ જોગવાઈ નહોતી. તેને તમે આવી રીતે સમજી શકો છો. માની લો કે તમે ગુજરાતના રહેવાસી છો અને મુંબઈથી સામાન ખરીદો છો. મુંબઈ બાદ તમે ગોવા જાઓ છો અને ત્યાં તમને જાણવા મળે છે કે તમે જે સામાન ખરીદ્યો છે તેમાં ખરાબી છે તો તમે ગોવાની જ કોઈ કન્ઝ્યૂમર ફોરમમાં પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે ગુજરાત પરત આવો છો તો તમે નજીકની કોઈ પણ કન્ઝ્યૂમર ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો. પહેલા કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટમાં આ પ્રકારની સુવિધા નહોતી. તમે જ્યાંથી સામાન ખરીદ્યો હોય ત્યાં જઈને જ તમે ફરિયાદ નોંધાવી શકતા હતા.
Published by: Mrunal Bhojak
First published: July 16, 2020, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading