મોટા સમાચાર: Online Shopping કરનાર માટે ખુશખબર, 27 જુલાઈથી લાગુ થશે આ નવા નિયમ

News18 Gujarati
Updated: July 25, 2020, 7:39 PM IST
મોટા સમાચાર: Online Shopping કરનાર માટે ખુશખબર, 27 જુલાઈથી લાગુ થશે આ નવા નિયમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

કોઈ ગ્રાહક ઓર્ડર બુક કરી બાદમાં કેન્સલ કરી દે છે તો, ઈ-કોમર્સ કંપનીઓ ચાર્જ નહીં લઈ શકે. સાથે ખરાબ સમાન ડિલેવરી કરવા પર દંડની જોગવાઈ હશે

  • Share this:
નવી દિલ્હી : મોદી સરકાર ઓનલાઈન શોપિંગ કરનાર લોકોને મોટી ખુશખબર આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર 27 જુલાઈ 2020થી દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગુ કરી રહી છે. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019ની અંદર જ ઈ-કોમર્સ કંપનીઓ પર પણ નવા નિયમ લાગુ થશે. આ કાયદો પણ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019નો જ એક ભાગ છે. આ પણ 20 જુલાઈ 2020થી લાગુ કરવામાં આવવાનો હતો પરંતુ તે હવે 27 જુલાઈથી પુરા દેશમાં લાગુ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગત 20 જુલાઈથી પૂરા દેશમાં કન્જ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ છે. ગ્રાહક અને ખાદ્ય મામલાના મંત્રી રામવિલાસ પાસવા 27 જુલાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાહેરાત કરશે. દેશમાં પહેલી વખત ઈ-કોમર્સ કંપનીઓ માટે કોઈ ગાઈડલાઈન બની છે. આ પહેલા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986માં ઈ-કોમર્સ કંપનીઓ માટે કોઈ નિયમો ન હતા.

27 જુલાઈથી લાગુ તઈ જશે ઈ-કોમર્સ કંપનીઓ પર પમ નિયમ

દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગુ થઈ ગયા બાદ ઓનલાઈન શોપિંગ કરનાર લોકો સાથે ફ્રોડ કે ચિટીંગ નહીં થઈ શકે. તેના માટે હવે કંપની પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકને જો ઓનલાઈન શોપિંગમાં ચિટીંગ કરવામાં આવી તો, હવે ઈ-કોમર્સ કંપની પર કાયદાની લગામ લગાવી શકાશે. નવા ઈ-કોમર્સ કાયદાથી ગ્રાહકોની સગવડ તો વધશે, સાથે નવા અધિકાર પણ મલશે.

કંપનીઓએ હવે ગ્રાહકોના હિતનું વધારે ધ્યાન રાખવું પડશે

નવા ગ્રાહક કાયદામાં ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોના હિતનું વધારે ધ્યાન રાખશે. પછી તે કંપની દેશમાં રજિસ્ટર્ડ હોય કે વિદેશમાં. નવા નિયમમાં દંડની સાથે સજાની પમ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ગ્રાહક ઓર્ડર બુક કરી બાદમાં કેન્સલ કરી દે છે તો, ઈ-કોમર્સ કંપનીઓ ચાર્જ નહીં લઈ શકે. સાથે ખરાબ સમાન ડિલેવરી કરવા પર દંડની જોગવાઈ હશે. રિફંડ, એક્સચેન્જ, ગેરંટી-વોરંટી જેવી તમામ જાણકારી ઈ-કોમર્સ કંપનીએ પોતાના પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવી પડશે. આ સાથે એ પમ જણાવવું પડશે કે, પ્રોડક્ટ કયા દેશની છે અને કયા દેશમાં બને છે. સાથે ખોટી અથવા લોભામણીવાળી પ્રાઈસ અને હિડન ચાર્જ પર પણ લગામ લગાવવામાં આવશે.ઓનલાઈન કંપનીઓની ફરિયાદ માટે નોડલ અધિકારીઓની તશે નિમણૂક
ઈ-કોમર્સના નવા નિયમ અનુસાર, ઓનલાઈન કંપનીઓની ફરિયાદ માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. આ અધિકારીને એક નિશ્ચિત ટાઈમ લિમીટમાં ગ્રાહકની ફરિયાદનું નિવારણ કરવાનું રહેશે. નવા નિયમમાં નાની-મોટી તમામ ઈ-કોમર્સ કંપનીઓએ નિયમનું પાલન કરવું પડશે. આ કાયદા વિશે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન 27 જુલાઈ 2020ને મીડિયાને જાણકારી આપશે.

કુલ મિલાવી આજના સમયમાં ઓનલાઈન શોપિંગને લઈ લોકોમાં ક્રેજ વધ્યો છે. એવામાં નવા નિયમ ગ્રાહકોના અધિકારને સારી રીતે સુરક્ષિત રાખશે. લોકો અલગ-અલગ વેબસાઈટ પર જઈ જાત-જાતના બ્રાન્ડ પ્રત્યે આકર્ષિત થાય છે. આને ધ્યાનમાં રાખી સરકારે નવા નિયમો બનાવ્યા છે. જેનાથી ઓનલાઈન શોપિંગ કંપનીઓ ગ્રાહકોને લોભામણી જાહેરાતમાં ફસાવી નુકશાન ન કરાવી શકે.
Published by: kiran mehta
First published: July 25, 2020, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading