ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકારનો ઉદેશ્ય ખેડૂતો, ગરીબો અને ગામડાનો વિકાસ છે. સરકારે બજેટમાં આ ત્રણે સ્થંભોને ધ્યાનમાં રાખીને કઈકને કઈક યોજનાઓ બનાવી છે. જાણો આ બજેટમાં ખેડૂતો, ગરીબો અને ગ્રામિણ વિકાસ માટે સરકારે કરેલી જાહેરાતો.
ગ્રામિણ રસ્તા : સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે આગામી સમયમાં પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 80,250 કરોડના ખર્ચે ગ્રામિણ વિસ્તારોમાં પાકા રોડ બંધાશે.
ખેડૂતો માટે : ખેડૂતો માટે ઝીરો બજેટ ફાર્મિંગનું લક્ષ્ય છે. ખાદી, વાસ, મધની ખેતી અને ખરીદી તેમજ વેચાણ માટે સ્પેશિયલ ક્લસ્ટર બનશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટી રકમ ખર્ચાશે. સરકાર આ ક્ષેત્રોમાં ખાનગી રોકાણ વધારશે. સરકાર નવા 10,000 ખેડૂત ઉત્પાદક સંઘો બનાવશે.
ગરીબો માટે : સરકાર વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને ઘર ઉપલબ્ધ કરાવશે. વર્ષ 2024 સુધીમાં દરેક ગરીબને ઘર, વીજળી પાણી અને ગેસ આપવામાં આવશે. પીએમ આવાસ યોજના હેઠળ 1.95 ઘરો તૈયાર થશે.