સરકારનો મોટો નિર્ણય, 2.82 કરોડ પેન્શનધારકો માટે જાહેર કર્યા 1400 કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: April 7, 2020, 5:22 PM IST
સરકારનો મોટો નિર્ણય, 2.82 કરોડ પેન્શનધારકો માટે જાહેર કર્યા 1400 કરોડ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શનધારકોને સામાન્ય પેન્શન કરતા વધારાના 1000 રૂપિયાની રકમ માટે જાહેરાત કરી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોવિડ-19 વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખતા ગરીબોને મોટી રાહત આપી છે. સરકાર વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શન ધારકોને એક હજાર રૂપિયા વધારાના આપશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શનધારકોને સામાન્ય પેન્શન કરતા વધારાના 1000 રૂપિયાની રકમ માટે પ્રથમ હપ્તાની રકમ માટે મોદી સરકારે 2.82 કરોડ પેન્શન ધારકો માટે 1400 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.

તમને જણાવી દઈએ કે, ગત મહિને કોરોના વાયરસ સંકટને પહોંચીવળવા માટે સરકારે આજે રાહત પેકેજની જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સિતારમને પ્રેસ કોન્ફરન્સમાં ગરીબો, મજદૂરો, કર્મચારીઓ માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી.નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ વૃદ્ધ, ગરીબ વિધવા અને ગરીબ દિવ્યાંગોને આ આકરા સમયમાં તકલીફ ન પડે, તે માટે તેમને 1000 રૂપિયા વધારાના ત્રણ મહિના માટે આપવાનું કહ્યું હતું. આ હપ્તામાં ડીબીટી દ્વારા તેમના બેન્ક ખાતામાં આપવામાં આવશે.

4.07 કરોડ મહિલાઓના જનધન ખાતામાં કેન્દ્રએ મોકલ્યા 30 હજાર કરોડ

કેન્દ્ર સરકારે 4.7 કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં રાહત પેકેજ તરીકે 30,000 કરોડ રૂપિયા મોકલ્યા. કોરોા વાયરસના ચાલતા લાગુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને જોતા કેન્દ્ર સરકારે 4.7 કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં 500-500 રૂપિયાની પહેલા હપ્તાની રકમ જમા કરી દીધી છે.

એકાઉન્ટ નંબરના આધારે ટ્રાન્સફર થઈ રહ્યું ફંડ

જન-ધન લાભાર્થી મહિલાઓને તેમના એકાઉન્ટ નંબરના આધાર પર પૈસા નીકાળવાની મંજુરી આપી છે. બેન્કો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે ખાતાધરકોના એકાઉન્ટ નંબર 0 અથવા 1 પર ખતમ થઈ રહ્યા છે, તે 3 એપ્રિલથી પોતાના ખાતામાંથી પૈસા નીકાળી શકે છે. અન્ય ખાતાધારકોને આ સિવાય હાલ પૈસા નીકાળવાની મંજૂરી નહીં આપવામાં આવે.આજ પ્રકારે 2 અને 3 નંબરથી ખતમ થઈ રહેલા ખાતા નંબરના ગ્રાહકોને 4 એપ્રિલે મંજૂરી આપવામાં આવી. 5 અને 6 એપ્રિલે બેન્કો બંધ રહી. ત્યારબાદ હવે 4 અને 5 નંબરથી ખતમ થઈ રહેલા ખાતાનંબરના ગ્રાહકોને આ સુવિધા 7 એપ્રિલે આપવામાં આવી છે. જ્યારે 6 અને 7 નંબરથી ખતમ થઈ રહેલા ખાતાનંબરના ગ્રાહકોને આ સુવિધા 8 એપ્રિલે આપવામાં આવી છે
First published: April 7, 2020, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading