વાહ! મોદી સરકારની આ યોજના વિશે જાણીને લોકો ખુશ થઈ ઉઠ્યા.
Free Dish TV to 7 lakh Household: સરકાર BIND પ્રોજેક્ટ હેઠળ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોની કાયાપલટ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બંને સંસ્થાઓને આધુનિક બનાવવામાં આવશે.
મોદી સરકાર સમાચાર અને મનોરંજન ચેનલ દૂરદર્શન (Doordarshan – DD)ને ઓલ ઈન્ડિયા રેડિયો (All India Radio – AIR)ની સ્થિતિ સુધારવા માટે રૂ. 2,539 કરોડનો ખર્ચ કરશે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) હેઠળ સરકારનો હેતુ લોકો સુધી સાચા સમાચાર, શિક્ષણ અને મનોરંજન પહોંચાડવાનો છે. તમને જણાવી દઈએ કે BIND 2021-22થી 2025-26ના વર્ષ માટે સરકારની આર્થિક બાબતોની સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું છે, કે આના દ્વારા ઘણી પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે.
દૂરદર્શન અને AIRએ પ્રસાર ભારતી દ્વારા સંચાલિત થાય છે. સરકાર ઈચ્છે છે કે બદલાયેલી બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી સાથે દૂરદર્શન (Doordarshan – DD) અને AIR (All India Radio – AIR)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ આધુનિક બનાવવામાં આવે. ઇન્ફ્રા અપડેટ કરવા માટે સરકાર રૂ. 2,539 કરોડનો ખર્ચ કરશે.
બંને કંપનીઓ પાસેના ઉપલબ્ધ સાધનો અને સ્ટુડિયોને આધુનિક અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ ડેફિનેશનથી હાઈ ડેફિનેશન સુધી પ્રસારણ કરવામાં આવશે. એટલે કે દૂરદર્શન પર વિડિયોની ગુણવત્તા હવે સારી થશે. તેમજ જૂના ટ્રાન્સમીટર પણ બદલવામાં આવશે. સરકાર નવા એફએમ ટ્રાન્સમિટર્સ ઇન્સ્ટોલ કરશે અને હાલના એફએમ ટ્રાન્સમિટર્સને અપગ્રેડ કરવામાં આવશે. આ અપગ્રેડેશન ખાસ કરીને સરહદી વિસ્તારો અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવશે.
સરકાર દેશના અંતરિયાળ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં લગભગ 7 લાખ ડીડી ફ્રી ડીશ લગાવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ડાયરેક્ટ ટુ હોમ અથવા ડીટીએચનો વિસ્તાર કરવામાં આવશે. આ ફેરફારોમાં વધુ ગુણવત્તાવાસભર કન્ટેન્ટ બનાવી પ્રસારિત કરાશે, જેથી તેને વધુને વધુ લોકો પસંદ કરી શકે. જૂના સ્ટુડિયોના સાધનો અને ઓબી વાન બદલવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં 36 ટીવી ચેનલો દૂરદર્શન હેઠળ ચાલે છે. તેમાંથી 28 પ્રાદેશિક ચેનલો છે. જ્યારે AIR પાસે 500 પ્રસારણ કેન્દ્રો છે.
રોજગારીની તકો ઉભી થશે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમાચાર યાદીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રસારણ સાધનોના ઉત્પાદન અને પછી ઇન્સ્ટોલેશનમાં પરોક્ષ રીતે રોજગારીનું સર્જન થશે. આ સિવાય જ્યારે કન્ટેન્ટની ગુણવત્તામાં સુધારો અને વધારો થશે, ત્યારે દેશભરમાં ટીવી, રેડિયો પ્રોડક્શન અને અન્ય મીડિયા સંબંધિત ક્ષેત્રોમાં જોડાયેલા લોકોને પણ પરોક્ષ રીતે રોજગાર મળશે અને તેમને તેમનું કૌશલ્ય બતાવવાની તક મળશે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર