Home /News /business /વડાપ્રધાન મોદી વંદે ભારતને લીલી ઝંડી આપશે! આરામદાયક મુસાફરી સાથે જોવા મળશે ચાના બગીચા, આ શહેરો વચ્ચે દોડશે નવી ટ્રેન

વડાપ્રધાન મોદી વંદે ભારતને લીલી ઝંડી આપશે! આરામદાયક મુસાફરી સાથે જોવા મળશે ચાના બગીચા, આ શહેરો વચ્ચે દોડશે નવી ટ્રેન

ઘણા માર્ગો પર વંદે ભારતની મહત્તમ ઓપરેશનલ સ્પીડ માત્ર 110 કિલોમીટર પ્રતિ કલાક છે.

New Vande Bharat Express: નવી વંદે ભારત મહત્તમ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરુ થવાની અપેક્ષા છે. આ દેશની 11મી વંદે ભારત ટ્રેન હશે.

ઉત્તર-પૂર્વ ભારતને ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલે દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન જલપાઈગુડી (પશ્ચિમ બંગાળ) થી ગુવાહાટી (આસામ)ની વચ્ચે દોડશે. હાલમાં વંદે ભારત જલપાઈગુડી અને હાવડા વચ્ચે ચાલી રહી છે. આ રૂટ પર વંદે ભારત 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. ટ્રેકની ક્ષમતા પ્રમાણે વંદે ભારત ત્યાં વધુ ઝડપે ચલાવી શકાય નહીં. જોકે, ટ્રાયલ દરમિયાન વંદે ભારતને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે લઈ જવામાં આવી હતી.

ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. જો કે, મોટે ભાગે તે 130 kmphની ઝડપે ચલાવવામાં આવે છે. તેની પાછળનું કારણ ટ્રેક્સની ક્ષમતા છે. ભારતમાં ટ્રેક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા નથી કે તે અતિ વધુ ગતિને સહન કરી શકે. ઘણા માર્ગો પર વંદે ભારતની મહત્તમ ઓપરેશનલ સ્પીડ માત્ર 110 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ પણ વાંચો: આ વર્ષે કયા સેક્ટરમાં પગાર વધુ વધશે, નોકરીની સારી તકો કયા સેક્ટરમાં રહેશે? અહીં જાણો

પીએમ મોદી આસામમાં હશે


હકીકતમાં, 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આસામમાં હશે. ગુવાહાટીમાં બિહુ નૃત્ય ખૂબ જ મોટા પાયે કરવામાં આવનાર છે, જેમાં લગભગ 11,000 નર્તકો એકસાથે પરફોર્મ કરશે. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રવાસમાં પીએમ મોદી નવા વંદે ભારતને ફ્લેગ ઓફ કરશે. નોર્થ ફ્રન્ટિયર રેલ્વેના ચીફ મિકેનિકલ એન્જિનિયર, જ્યોતીન્દ્રા દીગીએ કર્મચારીઓને ટ્રેનના સરળ સંચાલન માટે તૈયારી કરવા સૂચના આપી છે.


કેટલી વંદે ભારત ટ્રેનો ચાલે છે


વંદે ભારત ટ્રેન દેશમાં 10 રૂટ પર ચાલી રહી છે. તેમાંથી વંદે ભારતની 4 ટ્રેનો મહારાષ્ટ્ર પાસે છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જેમાં વંદે ભારત રાજ્યની અંદર પ્રવાસ શરૂ કરી અને રાજ્યમાં સમાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત વંદે ભારત દિલ્હી-વારાણસી, દિલ્હી-કટરા, ચેન્નાઈ-મૈસુર અને સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વચ્ચે પણ ચલાવવામાં આવે છે. પ્રથમ વંદે ભારત 2019માં દિલ્હી અને વારાણસી વચ્ચે ચલાવવામાં આવી હતી. હવે ભારતીય રેલ્વે, સ્લીપર કોચ સાથે વંદે ભારત ચલાવવાની યોજના બનાવી રહી છે.
First published:

Tags: Business news, India Government, Indian railways, Vande Bharat Express