કેબિનેટ બેઠક ખતમ, ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી LPG સિલિન્ડર સહિત આ પ્રસ્તાવો પર લાગી મહોર

News18 Gujarati
Updated: July 8, 2020, 2:26 PM IST
કેબિનેટ બેઠક ખતમ, ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી LPG સિલિન્ડર સહિત આ પ્રસ્તાવો પર લાગી મહોર
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રો ઇન્ફ્રા ફન્ડને પણ મંજૂરી મળી

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રો ઇન્ફ્રા ફન્ડને પણ મંજૂરી મળી

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ અને CCEAની બેઠક ખતમ થઈ ગઈ છે. સૂત્રો મુજબ, કેબિનેટે ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રો ઇન્ફ્રા ફન્ડ (Agri infra development)ને મંજૂરી મળી ગઈ છે. પીએમ મોદી દ્વારા ઘોષિત ગરીક કલ્યાણ અન્ન યોજના (PM Gareeb kalyan Ann Yojana)ને પણ નવેમ્બર સુધીની મંજૂરી મળી ગઈ છે.

વેપારીઓ અને કર્મચારીઓના ફાયદા માટે 24 ટકા EPF (Employees' Provident Fund) મદદની પણ મંજૂરી મળી છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી એલપીજી સિલિન્ડર (LPF Cylinder) યોજનાના એક્સટેશ્નશને પણ મંજૂરી મળી ગઈ છે.

મોદી કેબિનેટમાં આ ચાર મહત્વના નિર્ણયો લેવાયા

1. ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારને મંજૂરી
2. વેપારીઓ અને કર્મચારીઓને 24 ટકા ઇપીએફ સપોર્ટને મંજૂરી
3. ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો4. એક લાખ કરોડ રૂપિયાના એગ્રી ઇન્ફ્રા ફન્ડને મંજૂરી

આ પણ વાંચો, કૉંગ્રસની વધી શકે છે મુશ્કેલી, રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની થશે તપાસ

બપોરે 3:30 વાગ્યે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કેબિનેટે લીધેલા નિર્ણયો વિશે મીડિયાને માહિતગાર કરશે. સૂત્રો મુજબ, ગુરુવારે પણ કેબિનેટની બેઠક સવારે 10:30 વાગ્યે યોજાશે.
Published by: Mrunal Bhojak
First published: July 8, 2020, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading