મોદી 2.0 સરકારનો સાતમો દિવસ, પ્રજાને 3 મોટી ગિફ્ટ અને એક ઝટકો

News18 Gujarati
Updated: June 7, 2019, 3:49 PM IST
મોદી 2.0 સરકારનો સાતમો દિવસ, પ્રજાને 3 મોટી ગિફ્ટ અને એક ઝટકો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

સરકાર ગઠનના સાતમા દિવસ બાદ આર્થિક મોર્ચા પર મોદી સરકારે સામાન્ય માણસોને જ્યાં ત્રણ મોટી ગિફ્ટ આપી. તો બીજી તરફ સરકારનો એક નિર્ણય લોકોના ખીસ્સા પર ભારે પડ્યો.

  • Share this:
મોદી સરકારના બીજા કાર્યકાળનો 7મો દિવસ ખાસ રહ્યો. સરકાર ગઠનના સાતમા દિવસ બાદ આર્થિક મોર્ચા પર મોદી સરકારે સામાન્ય માણસોને જ્યાં ત્રણ મોટી ગિફ્ટ આપી. તો બીજી તરફ સરકારનો એક નિર્ણય લોકોના ખીસ્સા પર ભારે પડ્યો. તમને જણાવી દઈએ કે, 30મેના રોજ મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આરબીઆઈએ રેપો રેટ ઓછો કરી લોકોને સૌથી મોટી ગિફ્ટ આપી. પરંતુ, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAએ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સને 21 ટકા સુધી મોંઘો કરી લોકોને ઝટકો આપ્યો.

પહેલી ગિફ્ટ - રેપો રેટમાં ઘટાડો


RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં કટોતી થવાથી બેન્ક સસ્તા દર પર નવી લોન આપશે અને તમારી હોમ અથવા ઓટો લોનની ઈએમઆઈ પહેલાના મુકાબલે ઓછી થઈ જશે. જો તમે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. અને તેની અવધી 20 વર્ષની છે. હાલનો દર 8.60 ટકાના હિસાબે તમારી EMI 26,225 બેસે છે. હવે બેન્ક પણ આરબીઆઈ બાદ 0.25 ટકાના દર ઘટાડવાનો નિર્ણય લે છે તો, નવા વ્યાજદર 8.35 થઈ જશે. હવે તમારી ઈએમઆઈ 25,751 રૂપિયા થશે. આ રીતે તમે દર મહિને 474 રૂપિયાની બચત કરી શકશો.

બીજી ગિફ્ટ - RBIએ NEFT અને RTGSના ચાર્જ હટાવ્યા
આરબીઆઈએ RTGS અને NEFT પર બેન્કોની સાથે પોતાની તરફથી વસૂલવામાં આવતા ચાર્જને પૂરી રીતે હટાવી દીધો છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે, ગ્રાહક હવે બેન્કો તરફથી વસૂલવામાં આવતો ચાર્જ જ ચૂકવશે. એવામાં RTGS અને NEFT કરવું સસ્તુ થશે.

ત્રીજી ગિફ્ટ - ATM ટ્રાંઝેક્શન ચાર્જ ખતમ થશે

આરબીઆઈ તરફથી એટીએમ ટ્રાંજેક્શન ચાર્જને લઈ પણ મોટા નિર્ણય લેવાના સંકેત આપવામાં આવ્યા છે. કેન્દ્રીય બેન્કે બેઠકમાં એક સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લીધો છે. આ સમિતિ દ્વારા એટીએમ શુલ્ક સાથે જોડાયેલા મામલાઓની સમિક્ષા કરવામાં આવશે.

ઝટકો - મોંઘો થયો ગાડીઓનો વીમો

કાર અને ટુ-વ્હીલર વાહનોનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ 16 જૂનથી મોંઘો થઈ જશે. વીમા નિયામક ઈરડાએ વાહનોની કેટલીક શ્રેણીઓ માટે ફરજીયાત થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં 21 ટકા સુધી વધારો કર્યો છે. સામાન્ય રીતે, થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમના દરને એક એપ્રિલથી સંશોધિત કરવામાં આવે છે. જોકે, 2019-20, માટે નવા દર 16 જૂનથી લાગૂ થશે.
First published: June 6, 2019, 10:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading