Home /News /business /MMTCને લાગી જશે તાળાં, આવતા અઠવાડિયે મળનારી બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય

MMTCને લાગી જશે તાળાં, આવતા અઠવાડિયે મળનારી બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય

આ સરકારી કંપની થશે બંધ

અહીં ઉલ્લેખનીય છે કે, દુનિયાના કોઈ પણ સ્થળેથી કોઈ પણ વસ્તુ ખરીદીને ભારત લાવવાની હોય તો આ કામ એમએમટીસી એટલે કે મેટલ્સ એન્ડ મિનરલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હતું. પણ હવે આ સ્ટેટસ ખતમ થઈ રહ્યું છે.

    નવી દિલ્હીઃ સરકારી કંપની MMTC (Metals and Minerals Trading Corporation)ને બંધ કરવાની તૈયારી ઝડપી બની છે. આગામી 13 જાન્યુઆરીના રોજ કંપનીને તાળાં મારી દેવામાં આવે તેવા અહેવાલો છે. 13 જાન્યુઆરીએ નીતિ આયોગના સીઈઓની આગેવાનીમાં કોર ગ્રુપ ઓફ ઓફિસર્સ (CGO)ની મહત્વપૂર્ણ બેઠક થશે. જેમાં એમએમટીસીને બંધ કરવાની કામગીરી પર ચર્ચા થઈ શકે છે.

    CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, MMTCનું નોડલ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય આ કોર્પોરેશન બંધ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત છે.

    આ પણ વાંચોઃ લિસ્ટિંગ પછી 12 દિવસમાં જ આ IPOએ 1 લાખને બનાવી દીધા 3 લાખ, હજુ પણ તેજીના અણસાર

    અહીં ઉલ્લેખનીય છે કે, દુનિયાના કોઈ પણ સ્થળેથી કોઈ પણ વસ્તુ ખરીદીને ભારત લાવવાની હોય તો આ કામ એમએમટીસી એટલે કે મેટલ્સ એન્ડ મિનરલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હતું. પણ હવે આ સ્ટેટસ ખતમ થઈ રહ્યું છે.

    કંપની બંધ થવાનું કારણ?


    સરકારે એમએમટીસીના વ્યવસાયને સમેટી લેવા માટે તબક્કાવાર પગલાં લઈ ચૂકી છે. સરકારી એજન્સી તરીકેની એમએમટીસીની માન્યતા સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. સરકારે તાજેતરમાં કેટલીક કંપનીઓનો વ્યવસાય હવે મહત્વનો ન હોવાનું કહ્યું હતું. આવું જ એમએમટીસી અંગે સરકારનું માનવું છે. હવે કંપનીઓ પોતે જ બહારથી માલની ખરીદી કરે છે.

    આ પણ વાંચોઃ જો તમે પણ લોકર એગ્રીમેન્ટ રિન્યુ નથી કર્યું, તો જાણો હવે શું કરવું?

    કંપનીના સ્ટૉકનું પરફોર્મન્સ કેવું છે?


    એક સપ્તાહમાં તેનો શેર 6 ટકા તૂટ્યો છે. બીજી તરફ મહિનામાં શેરમાં એકંદરે 8 ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં તેમાં 9 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય આ સ્ટૉકે 3 વર્ષમાં 112 ટકાનું મોટું રિટર્ન આપ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 210.69 કરોડ રૂપિયાથી વધીને 1576.71 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન કંપનીનો નફો 848 ટકા વધ્યો છે. જો કે, કંપનીની આવકમાં 76 ટકાનો ઘટાડો થયો છે. આવક 2,316.28 કરોડથી ઘટીને 545.48 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


    કંપનીમાં કોની કેટલી ભાગીદારી?


    BSE પર આપવામાં આવેલી માહિતી મુજબ એમએમટીસીમાં સરકારનો કુલ હિસ્સો 89.93 ટકા છે. જ્યારે એફએફઆઈ એટલે કે વિદેશી રોકાણકારો પાસે 0.02 ટકા હિસ્સો છે. ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક રોકાણકારો કુલ 2.56 ટકા હિસ્સો ધરાવે છે.
    First published:

    Tags: Business news, Company, India Government

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन