Home /News /business /

Multibagger Penny stock: આ સ્ટોકે રોકાણકારોને 5 વર્ષમાં રૂ.1 લાખની સામે રૂ.78 લાખ આપ્યા

Multibagger Penny stock: આ સ્ટોકે રોકાણકારોને 5 વર્ષમાં રૂ.1 લાખની સામે રૂ.78 લાખ આપ્યા

આ સ્ટોકે રોકાણકારોને 5 વર્ષમાં રૂ.1 લાખની સામે રૂ.78 લાખ આપ્યા

Penny Stock: આ સ્ટોકે અગાઉ અલ્ફા રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં Sindhu Trade Links નો શેર રૂ.1 થી વધીને રૂ.132.10 થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 7,700 ટકા રિટર્ન આપ્યું છે.

    મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock): કોવિડ-19ની ભારતીય શેરબજાર પર અસર જોવા મળી હતી. તેમ છતાં, ભારતીય શેરબજારમાં વર્ષ 2020-21માં રોકાણકારોને શાનદાર રિટર્ન મળ્યું છે. સેકન્ડરી માર્કેટમાં રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020-21માં અનેક મલ્ટીબેગર સ્ટોક જોવા મળ્યા હતા, જેમાંથી કેટલાક પેની સ્ટોક છે.

    સિંધુ ટ્રેડ લિંક્સ (Sindhu Trade Links) એક એવો સ્ટોક છે જે, છેલ્લા 1 વર્ષમાં BSE પર લિસ્ટેડ છે અને 1,750 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ સ્ટોકે રોકાણકારોને ખૂબ જ શાનદાર રિટર્ન આપ્યું છે. આ સ્ટોકે અગાઉ અલ્ફા રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં Sindhu Trade Links નો શેર રૂ.1 થી વધીને રૂ.132.10 થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 7,700 ટકા રિટર્ન આપ્યું છે.

    છેલ્લા 1 મહિનામાં આ સ્ટોક રૂ.121.50 થી વધીને રૂ.132.10 પર આવી ગયો છે. છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ શેરની કિંમતમાં રૂ.14.87 નો વધારો થતા આ શેરની કિંમત રૂ.132.10 થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોકની કિંમત રૂ.7.11 થી વધીને રૂ.132.10 થઈ ગઈ છે. આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં 1,750 ટકાનો વધારો થયો છે.

    છેલ્લા 5 વર્ષમાં આ શેરની કિંમત રૂ.1.69 થી વધીને રૂ.132.10 થઈ ગઈ છે. 5 વર્ષમાં આ શેરની કિંમતમાં 78 ગણી વૃદ્ધિ જોવા મળી છે.

    આ  પણ વાંચો-Multibagger Stock: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટૉકમાં સતત ચોથા દિવસે લાગી અપર સર્કિટ, જાણો નિષ્ણાતોનું મંતવ્ય

    આ સ્ટોકના સફરનામાના આધાર પર જો કોઈ રોકાણકારે 1 મહિના પહેલા આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તે રોકાણકારને અત્યારે રૂ.1.10 લાખ મળ્યા હોત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તે રોકાણકારને અત્યારે રૂ.9 લાખ મળ્યા હોત. જો કોઈ રોકાણકારે 1 વર્ષ પહેલા આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તે રોકાણકારને અત્યારે રૂ.18.50 લાખ મળ્યા હોત. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તે રોકાણકારને અત્યારે રૂ.78 લાખ મળ્યા હોત.

    Sindhu Trade Links Ltd ની કરન્ટ માર્કેટ કેપ રૂ.6,790 કરોડ છે. આ શેરની ટ્રેડ વોલ્યૂમ રૂ.2 લાખ છે. જે 20 દિવસની રૂ.1.70 લાખના સરેરાશ વોલ્યૂમ કરતા ખૂબ જ વધારે છે. આ સ્ટોકનું 52 વીક લો રૂ.5.32 છે અને 52 વીક હાઈ રૂ.166.20 જેટલો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Money, Multibagger Stock, Peny Stock, Stock news

    આગામી સમાચાર