Home /News /business /એમકે ગ્લોબલે આ શેર પર રોકાણ કરવાની સલાહ આપી, ટૂંક જ સમયમાં તેજી આવવાની શક્યતા
એમકે ગ્લોબલે આ શેર પર રોકાણ કરવાની સલાહ આપી, ટૂંક જ સમયમાં તેજી આવવાની શક્યતા
પ્રતિકાત્મક તસવીર
stock market: આ ઉપરાંત બ્રોકરેજ હાઉસને બેંકના એસેટ ક્વાલિટીમાં પણ સુધારાની અપેક્ષા છે. બ્રોકરેજ હાઉસનું માનવુ છે કે, એચડીએફસી બેંકને દેશમાં ઉધાર માટે વધી રહેલી માંગનો ફાયદો મળશે. તેમના આ વિશ્લેષણના આધાર પર એમકે ગ્લોબલે એચડીએફસી બેંકને BUY રેટિંડ આપતા 1,800 રૂપિયાનું લક્ષ્ય આપ્યુ છે.
નવી દિલ્હીઃ એમકે ગ્લોબલ HDFC બેંકને લઈને બુલિશ છે. 4 ઓક્ટોબરે આ શેર પર તેમના એક રિસર્ચ રિપોર્ટમાં એમકે ગ્લોબલે કહ્યુ કે, એચડીએફસી બેંકે તેના ક્રેડિટ ગ્રોથ પર મજબૂતી બનાવીને રાખી છે. બીજા ક્વાટરમાં વાર્ષિક આધાર બેંકમાં ક્રેડિટ ગ્રોથ પર 23.5 ટકા અને ત્રિમાસિકના આધાર પર 6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સપ્ટેમ્બર ક્વાટરમાં બેંકનો રિટેલ બિઝનેસમાં મજબૂત બન્યો હતો
આ મુદ્દતમાં કંપીનને કોમર્શિયલ બેંકિંગ અને કોર્પોરેટ બુકમાં આવેલી મજબૂતાઈથી લાભ થયો છે. સપ્ટેમ્બર ક્વાટરમાં બેંકનો રિટેલ બિઝનેસમાં પણ મજબૂત બન્યો હતો અને તેમાં વર્ષીય આધાર પર 21.5 ટકા અને ક્વાટરના આધાર પર 5 ટકાનો વધારો થયો છે.
HDFC બેંકના વાહન ધિરાણ વ્યવસાયમાં પણ વધારો થવાના સંકેત
બ્રોકરેજ હાઉસ દ્વારા કરવામાં આવેલા ચેનલ ચેકથી એચડીએફસી બેંકના વાહન ધિરાણ વ્યવસાયમાં પણ વધારો થવાના સંકેત મળ્યા છે. સપ્ટેમ્બર ક્વાટરમાં બેંકની ડિપોઝિટ ગ્રોથમાં પણ વાર્ષિક ધોરણે 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે જ્યારે આ જ મુદ્દતમાં બેંકના CASAમાં વાર્ષિક આધાર પર 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના રહેતા બેંકનો CASA રેશિયો સામાન્ય ઘટાડાની સાથે 45 ટકા પર રહ્યો છે.
આ ઉપરાંત બ્રોકરેજ હાઉસને બેંકના એસેટ ક્વાલિટીમાં પણ સુધારાની અપેક્ષા છે. બ્રોકરેજ હાઉસનું માનવુ છે કે, એચડીએફસી બેંકને દેશમાં ઉધાર માટે વધી રહેલી માંગનો ફાયદો મળશે. તેમના આ વિશ્લેષણના આધાર પર એમકે ગ્લોબલે એચડીએફસી બેંકને BUY રેટિંડ આપતા 1,800 રૂપિયાનું લક્ષ્ય આપ્યુ છે.
7 ઓક્ટબર બિઝનેસમાં એનએસઈ પર આ શેર 6.20 રૂપિયા એટલે 0.43 ટકાના ઘટાડા સાથે 1430.80 રૂપિયાના સ્તર પર બંધ થયો. 18 ઓક્ટોબર 2021ના રોજ આ બેંકનો શેર 1,724.30 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વર્તમાનમાં આ શેર તેના 52 સપ્તાહથી 16.42 ટકા નીચે રહ્યો, જ્યારે 52 સપ્તાહની નીચી સપાટીથી 13.3 ટકા ઉપર છે. કંપનીની માર્કેટ કેપ 802,603.25 કરોડ રૂપિયા પર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર