Home /News /business /ટેક્સ deductionનો ઉપયોગ કરવાનું ચૂકી ગયા છો? રિટર્ન ફાઇલ કરતી વખતે આવી રીતે કરી શકો છો દાવો

ટેક્સ deductionનો ઉપયોગ કરવાનું ચૂકી ગયા છો? રિટર્ન ફાઇલ કરતી વખતે આવી રીતે કરી શકો છો દાવો

મોટાભાગે કંપની કે સંસ્થા પોતાના કર્મચારીને ઇન્વેસ્ટમેન્ટ ડેકલેરેશન (Investment Declaration) અને પુરાવા જમા કરવાનું કહે છે. જેના આધારે તમારો ટેક્સ (tax) કપાય છે.

મોટાભાગે કંપની કે સંસ્થા પોતાના કર્મચારીને ઇન્વેસ્ટમેન્ટ ડેકલેરેશન (Investment Declaration) અને પુરાવા જમા કરવાનું કહે છે. જેના આધારે તમારો ટેક્સ (tax) કપાય છે.

નવી દિલ્હી:  મોટાભાગે કંપની કે સંસ્થા પોતાના કર્મચારીને ઇન્વેસ્ટમેન્ટ ડેકલેરેશન (Investment Declaration) અને પુરાવા જમા કરવાનું કહે છે. જેના આધારે તમારો ટેક્સ (tax) કપાય છે. અલબત ઘણા લોકો આ પ્રક્રિયામાં વિલંબ કરે છે. પરિણામે કર રાહતોનો લાભ પણ લઈ શકાતો નથી. આવું થવા પાછળ જાગૃતિનો અભાવ પણ જવાબદાર હોય છે. જેથી અહીં કર કપાતનો લાભ લેવાનું ચુકી ગયા હોય તેઓ રિટર્ન ફાઇલ (Return file) કરતી વખતે કઈ રીતે રિટર્નનો દાવો કરી શકે તેની જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમે છેલ્લી ઘડી સુધી ટેક્સ રિટર્ન ફાઇલિંગને ન લેવાની વાત પર પ્રકાશ પાડ્યો હતો. પ્રક્રિયાગત ક્ષતિઓ ટાળવા ઉપરાંત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય ફાળવવો જોઈએ. જેનાથી તમને તમામ કર લાભો મળશે. તેમાં તમારા ફોર્મ-16નો ભાગ ન હોય તેવા લાભ પણ સમાયેલા છે. આ બાબતે દાનની કલમ 80G હેઠળ કર કપાત સારું ઉદાહરણ છે. કંપની કે સંસ્થા સામાન્ય રીતે આ વિગતો માંગતી નથી. જેથી વળતર ફાઇલ કરતી વખતે કપાત (deduction)નો દાવો કરવો પડે છે.

વર્ષ 2021-22 માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની લંબાવેલી તારીખ 31 ડિસેમ્બર છે. ત્યારે તમે તમારા રિટર્ન ફાઇલ કરતી વખતે આ લાભોનો ઉપયોગ અને તમારી કંપની કે સંસ્થા દ્વારા કાપવામાં આવેલા વધારાના કર માટેના રિફંડનો દાવો કરી શકો છો.

માતાપિતાનો તબીબી ખર્ચ

કોવિડ-19 મહામારીના કારણે વિશ્વભરમાં વિનાશ થયો છે. લોકોને શારીરિક, ભાવનાત્મક અને નાણાકીય તકલીફ થઈ હતી. વીમો ન હોય તેવા ઘણા લોકોને હોસ્પિટલના મસમોટા બિલને કારણે મોટો ફટકો પડ્યો હતો. જો તમારે તમારા માતાપિતાની કોવિડ-19 અથવા અન્ય કોઈ સારવાર પ્રક્રિયા માટે ચૂકવણી કરવી હોય તો તમે કલમ 80D હેઠળ રૂ. 50,000 સુધીની કપાતનો દાવો કરી શકો છો. આ બાબતે બિલિયનબેઝ કેમ્પ ફેમિલી ઓફિસના પ્રિન્સિપાલ વૈભવ સાંકલા કહે છે કે, આવા ડિડક્શન માટે માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ અને કોઈ તબીબી વીમા પોલિસી હેઠળ આવરી લેવાયા ન હોવા જોઈએ. તબીબી ખર્ચમાં કન્સલ્ટન્ટ ફી અને મેડિસિન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

ઘણા લોકોએ માર્ચ 2021માં કોરોના સંક્રમણની સારવાર ખર્ચ કર્યો હતો. ત્યારે આરોગ્ય વીમા પ્રીમિયમ પરના ડિડક્શનની સરખામણીમાં આ બાબત ઓછી જાણીતી છે. Taxspanner.comમના સહસ્થાપક સુધીર કૌશિક કહે છે કે, ડેકલેરેશન કરવાની સમયરેખા પૂરી થયા પછી મોટાભાગની સંસ્થાઓ કે કંપનીઓએ આ હેતુ માટે ડિસેમ્બર અથવા જાન્યુઆરીની સમયમર્યાદા નક્કી કરી હતી. જેના કારણે આ ટેક્સ બેનિફિટ અંગે જાણતા લોકો પણ આ ટેક્સ બ્રેકનો લાભ લેવાનો ચૂકી ગયા હશે.

5,000 રૂપિયા સુધીમાં કોઈ પણ તબીબી ચેક અપની કિંમતનો ક્લેમ પણ કલમ 80ડી હેઠળ કરી શકાય છે. પરંતુ જો ચુકવણી રોકડમાં કરવામાં આવી હોય તો હોસ્પિટલમાં દાખલ કરવાના ખર્ચ માટે કપાતનો દાવો કરી શકાતો નથી. જોકે, હેલ્થકેર ચેક-અપ્સ માટે રોકડ મોડ સ્વીકારવામાં આવે છે.

હોમ લોન પર પ્રોસેસિંગ ચાર્જ

રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીના કારણે પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો, હોમ લોન વ્યાજદરમાં કડાકો અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત સહિતની બાબતોના કારણે ગયા વર્ષે ઘણા મકાનો ખરીદવામાં આવ્યા છે. હવે, લોન લેનારા તમામ લોકો કલમ 24નો ઉપયોગ કરી હાઉસિંગ લોન વ્યાજ પર રૂ. 2 લાખ સુધીના ડિડક્શન ઉપયોગ કરી શકે છે. જો તમે હોમ લોન લીધી હોય અને પ્રોસેસિંગ ફી ચૂકવી હોય તો ખર્ચ કપાત લઈ શકો છો. ઘણા હાલના લોકો ચાર્જ ચૂકવીને તેમની નીચા દરો તરફ વળ્યા છે. તે ચાર્જ પણ કપાત લઈ શકાય છે. ઉદાહરણ તરીકે, HDFC ગ્રાહકોને લાગુ પડતા વ્યાજ દરને ઘટાડવા માટે બાકી લોનની રકમના 0.5 ટકા અથવા મહત્તમ 50,000 રૂપિયા લે છે.

બચત ખાતાના વ્યાજ પર કપાત

સામાન્ય રીતે કરદાતાઓ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ પર મેળવેલા વ્યાજપર નજર રાખે છે, પણ તેમના બચત ખાતાની થાપણો પર મેળવેલા વ્યાજને અવગણવાની ભૂલ કરે છે. તે તમને ટેક્સ બ્રેકમાં પણ લાવી શકે છે. તમારી કુલ ગ્રોસ આવકમાં બેંક કે પોસ્ટ ઓફિસના બચત ખાતાનું વ્યાજ શામેલ છે. આવી વ્યક્તિઓ રૂ. 10,000 સુધીની વ્યાજની આવકની કપાત માટે પાત્ર છે. જો તમારા માતાપિતા બચત ખાતાઓ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા વ્યાજ મેળવતા હોય તો તેઓ કલમ 80ટીટીબી હેઠળ રૂ. 50,000 સુધીની વધુ કપાત માટે હકદાર છે.

NSCના વ્યાજનું રીઇન્વેસ્ટમેન્ટ

આમ તો NSCની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, પરંતુ ઘણા રોકાણકારો નેશનલ સેવિંગ બચત સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. NSCમાં વ્યાજની આવક પર ટેક્સ લાગે છે. પરંતુ દર વર્ષે વ્યાજનું રીઇન્વેસ્ટમેન્ટ કલમ 80સી હેઠળ કપાત માટે પાત્ર છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કેટલું વળતર મળ્યું?

HRA પર કર મુક્તિ

પગારદાર કર્મચારીઓ ઘરના ભાડા ભથ્થા પર કરમુક્તિથી સારી રીતે વાકેફ હોય છે. અલબત તમે નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલો તો તમારે સંપૂર્ણ લાભ મળે તેવા પ્રયાસ કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે ડિસેમ્બરમાં રોકાણના પુરાવા સબમિટ કરવાના હોય છે જેથી તમે ઓક્ટોબરમાં બીજી સંસ્થામાં જોડાવ તો તમારા અગાઉના એમ્પ્લોયર તમને રાહત આપી શકતા નથી. આવા કિસ્સાઓમાં તમારે યોગ્ય રકમની ગણતરી કરવી પડશે અને આવકવેરા રિટર્નમાં તેનો દાવો કરવો પડશે.
First published:

Tags: Income tax department, Income Tax Return, Tax evasion