નવી દિલ્હી : દેશમાં ડોમેસ્ટિક વિમાન સેવા સોમવારથી શરૂ થઈ રહી છે. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ શરૂ થઈ શકે છે. નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, સરકારને આશા છે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાન ફરી શરૂ થઈ શકે છે. કોરોના વાયરસ મહામારીને પહોંચીવળવા માટે ભારતે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન રોકી દેવામાં આવી હતી. ત્યારબાદથી દેશમાં જાહેર લોકડાઉન સાથે ડોમેસ્ટિક ઉડાન પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. હવે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વિદેશથી આવનાર લોકો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
ગાઈડલાઈન અનુસાર, વિદેશથી પાછા આવતા લોકોએ 14 દિવસ કોરન્ટાઈનમાં રહેવું પડશે. તો જોઈએ સરકારે શું-શું શરતો રાખી છે.
- ફ્લાઈટ પર ચઢતા પહેલા યાત્રિઓએ લખીને આપવું પડશે કે, તેમને 14 દિવસ માટે કોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. આ હેઠળ પહેલા 7 દિવસની કોરન્ટાઈન સરકાર તરફથી કરવામાં આવશે, જેનો ખર્ચ ખુદ યાત્રિએ ઉઠાવવો પડશે.
- કેટલીક શરતો સાથે 14ની દિવસની હોમ કોરન્ટાઈનની મંજૂરી આપવામાં આવી શકે છે. એવાી લોકોને તેની મંજૂરી આપવામાં આવશે, જે ગંભીર રીતે બીમાર છે. આ લોકોએ આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે.
- તમામ શરતો ફ્લાઈટ, શિપ અને પગપાળા, તમામ યાત્રિઓ માટે લાગુ છે. કોરોના પોઝિટિવ અથવા લક્ષણવાળા યાત્રિઓને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે.
- રાજ્ય સરકાર પણ વિદેશથી આવનાર યાત્રિકો માટે ગાઈડલાઈન તૈયાર કરી શકે છે.
- દેશમાં પાછા ફરતા જ યાત્રિઓની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. લક્ષણ દેખાતા જ તુરંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
- હળવા લક્ષણ ધરાવતા પ્રવાસીને કોરન્ટાઈન સેન્ટર મોકલી દેવામાં આવશે.
વધારે લક્ષણ દેખાતા નાગરીકને કોરોના સ્પેશ્યલ વોર્ડમાં મોકલી દેવામાં આવશે.