Home /News /business /દિવાળી સુધી સત્તત વધતા રહી શકે છે દૂધના ભાવ, મધર ડેરીના એમ.ડી.એ સમજાવ્યું ગણિત
દિવાળી સુધી સત્તત વધતા રહી શકે છે દૂધના ભાવ, મધર ડેરીના એમ.ડી.એ સમજાવ્યું ગણિત
એક વર્ષમાં ઘાસચારાની કિંમતમાં 25%નો વધારો થયો છે અને પશુઓમાં લંપી રોગને લીધે અમુક વિસ્તારમાં દૂધ ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે.
મધર ડેરી અને અમૂલ સહિતના તમામ મોટા સપ્લાયર્સે છેલ્લા એક વર્ષમાં ઘાસચારાના ઊંચા ભાવ, મજબૂત માંગ અને કેટલીક અસરને ટાંકીને દૂધના ભાવમાં ઘણી વખત વધારો કર્યો છે. મધર ડેરીના એમડી મનીષ બંદલીશે જણાવ્યું હતું કે, "ફીડ અને કાચા માલના ખર્ચમાં તીવ્ર વધારો થવાને કારણે આ વર્ષે દિવાળી સુધી દૂધના ઊંચા ભાવથી કોઈ રાહત મળશે નહીં."
સામાન્ય માણસ આમ પણ વધતી મોંઘવારીથી ત્રસ્ત થઇ રહ્યો છે ત્યાં બીજા એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આવતા ઓક્ટોબર સુધી દૂધના ભાવમાં કોઈ રાહત આવે તેવું લાગી રહ્યું નથી. દિલ્હી-NCRમાં મુખ્ય દૂધ ઉત્પાદક/સપ્લાયર મધર ડેરીના મુખ્ય અધિકારીએ સોમવારે કહ્યું કે ફીડ, કાચો માલ અને ટ્રાંસપોર્ટના વધતા ખર્ચને લીધે ઓક્ટોબર સુધી દૂધની કિંમત ઉંચી સપાટીએ રહેશે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ મુજબ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સહાયક કંપની મધર ડેરી ફ્રૂટ અને વેજિટેબલ્સના એમડી મનીશ બંદલિસે જણાવ્યું કે ફીડ અને કાચા માલના ખર્ચને કારણે આ વર્ષે દિવાળી સુધી દૂધી કિંમતમાં કોઈ રાહત મળી શકે તેમ નથી.
ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે દૂધ ઉત્પાદનમાં 65% થી વધુ ભાગીદારીવાળી ફીડ કોસ્ટ 1 વર્ષ પહેલાથી જ 8 રૂપિયે કિલોથી વધીને 20 રૂપિયા થઇ ગઈ છે. મધર ડેરીએ પાછલા વર્ષે ઇનપુટ કોસ્ટના વધારાને ધ્યાને લઈને દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો હતો. પાછલા વર્ષે આ 5મી વાર દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
મધર ડેરીના આ દાવા બાદ પણ આપણે તહેવારો પછી પણ દૂધ ઉત્પાદન અને દૂધની માગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ દિવાળી બાદ કાચા દૂધની ખરીદીમાં આશા મુજબની ખરીદી જોવા મળી રહી નથી.
NDDB પ્રમુખ મિનેશ શાહએ પહેલા કહ્યું હતું પાછલા એક વર્ષમાં ઘાસચારાની કિંમતમાં 25%નો વધારો થયો છે અને પશુઓમાં લંપી રોગને લીધે અમુક વિસ્તારમાં દૂધ ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં દૂધની મોંઘવારી 8.79% હતી. પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં 3.81%ના ઉછાળા પછી સત્ત કિંમતો વધી રહી છે.
ઓલઇન્ડિયા હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાદર ડિસેમ્બર 2022માં 28.66% થી વધીને જાન્યુઆરી 2023માં 29.30% થઇ ગયો. જાન્યુઆરી 2022માં આ દર 7.41% નોંધાયો. અને ત્યારથી ફરી પાછું તે વધી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર