Home /News /business /Inflation : મધ્યમ વર્ગને હાલ મોંઘવારીથી કોઇ રાહત નહીં, 18 જુલાઇથી મોંઘી થશે આ વસ્તુઓ

Inflation : મધ્યમ વર્ગને હાલ મોંઘવારીથી કોઇ રાહત નહીં, 18 જુલાઇથી મોંઘી થશે આ વસ્તુઓ

જનતાને મોંઘવારી સામે કોઇ રાહત નહીં

કાઉન્સિલે બેંક ચેકબુક અથવા લીફ ચેક પર જીએસટી લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે મેપ, એટલસ અને ગ્લોબ પર 12 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રી પેક્ડ અનબ્રોન્ડેડ દહીં, લસ્સી, છાશ, ખાદ્યવસ્તુઓ, અનાજ વગેરેને છૂટમાં બહાર કરીને જીએસટી અંતર્ગત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    એક તરફ કોરોના મહામારી (Covid-19)ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે, તો બીજી તરફ વધતી મોંઘવારીએ (Inflation Hike) પણ દેશવાસીઓની કમર તોડી છે. એવામાં દેશની જનતા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. 18 જુલાઇથી અમુક સેવાઓ અને વસ્તુઓ મોંઘી થવા જઇ રહી છે. કારણ કે તેના પર જીએસટી રેટ (GST Rates) વધવા જઇ રહ્યો છે. આ નિર્ણય કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલ (GST Council)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ હતા.

    કાઉન્સિલે બેંક ચેકબુક અથવા લીફ ચેક પર જીએસટી લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે મેપ, એટલસ અને ગ્લોબ પર 12 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રી પેક્ડ અનબ્રોન્ડેડ દહીં, લસ્સી, છાશ, ખાદ્યવસ્તુઓ, અનાજ વગેરેને છૂટમાં બહાર કરીને જીએસટી અંતર્ગત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ચાલો નજર કરીએ કે જીએસટીમાં બદલાવ બાદ 18 જુલાઇથી કઇ કઇ વસ્તુઓ સસ્તી અને મોંઘી થશે.

    આ પણ વાંચો -નીતિન ગડકરીએ આપી મોટી ખુશખબર, સરકાર કરી રહી છે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની તૈયારી

    આ વસ્તુઓ થશે મોંઘી

    પેક્ડ ફૂડ આઇટમ


    પ્રી પેક્ડ અને લેબલ્ડ મીટ, માછલી, દહીં, લસ્સી, પનીર, મધ, ઘઉં પર હવે જીએસટીમાં છૂટ નહીં મળે અને આ વસ્તુઓ પર હવે 5 ટકા જીએસટી દર લગાવવામાં આવશે. પરંતુ જે સામાન અનપેક્ડ અને અનબ્રાન્ડેડ છે, તેના પર જીએસટી છૂટ આપવામાં આવશે.

    બેંક ચેક બુક ઇશ્યૂ કરે ત્યારે


    હવે બેંક અથવા ચેકબુક ઇશ્યૂ કરવા પર ફીમાં 18 ટકા જીએસટી દર લગાવવામાં આવશે. એટલે કે ચેકબુક પણ મોંઘી થશે.

    હોટલ રૂમ


    જીએસટી કાઉન્સિલે 1000 રૂપિયા પ્રતિ દિવસવાળા રૂમ્સને પણ 12 ટકા જીએસટી સ્લેબ અંતર્ગત લઇ લીધા છે. હાલ તેના પર ટેક્સમાં છૂટ મળી રહી છે.

    હોસ્પિટલ બેડ


    રૂમ રેન્ટ (આઇસીયૂને બાદ કરતા) કે જે 5000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે, તેના પર 5 ટકા જીએસટી લગાવવામાં આવશે.

    LED લાઇટ્સ, લેમ્પ


    LED લાઇટ્સ, લેમ્પની કિંમતોમાં વધારો થવા જઇ રહ્યો છે. આ વસ્તુઓ પર જીએસટી કાઉન્સિલે રેટને 12 ટકામાંથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

    ચપ્પૂ


    કટિંગ બ્લેડ, પેપર નાઇવ, પેન્સિલ શાર્પનર વગેરેને પણ 18 ટકા જીએસટી સ્લેબ અંતર્ગત લેવામાં આવ્યા છે. આ પહેલા તેના પર 12 ટકા ટેક્સ લાગતો હતો.

    પંપ અને મશીન


    પાણી માટે ડિઝાઇન કરવામાં આવતા પંપ અને સાઇકલ પંપ પર જીએસટી 12 ટકામાંથી વધારીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. સફાઇ માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીન, પવન ચક્કી વગેરે પર પણ 12 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી વસૂલવામાં આવશે.

    આ વસ્તુઓ થશે સસ્તી

    ઓર્થોપેડિક અપ્લાયન્સ


    ફ્રેક્ચર અપ્લાયન્સ, શરીરના અંગના આર્ટિફિશ્યલ પાર્ટ્સ, અન્ય અપ્લાયન્સ જેને પહેરી કે સાથે રાખી શકાય છે કે શરીરમાં લગાવી શકાય છે, તેના પર હવે 5 ટકાની જગ્યાએ 12 ટકા જીએસટી વસૂલવામાં આવશે.

    ડિફેન્સ આઇટમ્સ


    સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત અમુક વસ્તુઓ પર પ્રાઇવેટ વિક્રેતાઓ દ્વારા લગાવવામાં આવતા IGST પર છૂટ આપવામાં આવી છે.

    રોપવે રાઇડ


    જીએસટી કાઉન્સિલે રોપ વે દ્વારા સામાન અને મુસાફરોના પરીવહન પર જીએસટી 18 ટકામાંથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
    First published:

    Tags: GST, Gst council, Inflation