On This Day: 23 વર્ષ પહેલા જનરલ ઇલેક્ટ્રીકને પછાડી દુનિયાની સૌથી મોટી કંપની બની હતી Microsoft

14 સપ્ટેમ્બર 1998ના રોજ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં માઇક્રોસોફ્ટ કંપનીની વેલ્યૂ 261 બિલિયન ડૉલર આંકવામાં આવી હતી. (તસવીર: Shutterstock)

Microsoft Success Story: 14 સપ્ટેમ્બર, 1998ના રોજ રોજ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં Microsoft કંપનીની વેલ્યૂ 261 બિલિયન ડૉલર આંકવામાં આવી હતી

  • Share this:
    Microsoft Success Story: માઇક્રોસોફ્ટ (Microsoft) અને તેના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) માટે 14 સપ્ટેમ્બર, 1998નો દિવસ ક્યારેય ભૂલાય એવો નથી. કંપનીની સ્થાપના કર્યાના માત્ર 23 વર્ષની અંદર જ માઇક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી કંપની (Largest Company in the World) બની ગઈ હતી. આ સિદ્ધિ મેળવવા માટે અનેક વર્ષોથી જેનું વર્ચસ્વ રહ્યું હતું એવી જનરલ ઇલેક્ટ્રીક (General Electric) કંપનીને વેલ્યૂએશન મામલે પછાડી હતી. એપ્રિલ 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના થઈ હતી. 14 સપ્ટેમ્બર 1998ના રોજ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં (New York Stock Exchange) કંપનીની વેલ્યૂ 261 બિલિયન ડૉલર (261 billion Dollars) આંકવામાં આવી હતી. તેની સાથે જ માઇક્રોસોફ્ટે જનરલ ઇલેક્ટ્રીકને (GE) પાછળ છોડીને વેલ્યૂએશનના મામલામાં પહેલીવાર દુનિયાની સૌથી મોટી કંપનીનો રેકોર્ડ બનાવ્યો હતો.

    નોંધનીય છે કે, ફોર્બ્સ (Forbes) મુજબ, હાલના સમયમાં જો દુનિયાની સૌથી વધુ વેલ્યૂએબલ બ્રાન્ડની વાત કરીએ તો એપલ અને ગૂગલ બાદ માઇક્રોસોફ્ટનું નામ જ સામે આવે છે. અમેઝોન, ફેસબુક, કોકાકોલા જેવી બ્રાન્ડ્સ પણ ત્યારબાદ આવે છે.

    માઇક્રોસોફ્ટની સ્થાપના

    બિલ ગેટ્સે વર્ષ 1975માં એલનની સાથે મળી માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. શરૂઆતમાં માઇક્રો-સોફ્ટના નામથી ઓળખાતી આ કંપની બિલ અને એલને પહેલા બેસિક નામના પ્રોગ્રામ બનાવ્યો જે માઇક્રો કોમ્પ્યુટરની પ્રસિદ્ધ પ્રોગ્રામિંગ લેગ્વેજ છે. તેમનો આ પ્રયાસ સફળ રહ્યો. બાદમાં તેઓએ બીજી સિસ્ટમ માટે પણ કામ કર્યું. બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ સફળતા મળવા લાગી. લગભગ પાંચ વર્ષમાં માઇક્રોસોફ્ટ દુનિયાની નજરમાં આવી ગઈ.
    વર્ષ 1980માં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીને (IBM) એક ઓફર મળી જેમાં માઇક્રોસોફ્ટને કહેવામાં આવ્યું કે તેના આવનારા પર્સનલ કોમ્પ્યુટર માટે બેસિક ઇન્ટરપ્રિટર લખો. માઇક્રોસોફ્ટ દ્વારા IBM માટે PC DOC નામની ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી અને તેનો ચાર્જ IBM દ્વારા 50 હજાર ડૉલર આપવામાં આવ્યો હતો જે તે સમયે ખૂબ જ મોટી રકમ માનવામાં આવતી હતી.

    આ પણ વાંચો, Just Dial આવી રીતે બન્યું Indian Google, ફિલ્મની સ્ટોરીની ટક્કર મારે તેવી છે સફળતાની ગાથા

    Windows ઓપરેટિંગ સિસ્ટમે ઈતિહાસ સર્જી દીધો

    માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ રાતોરાત લોકોની નજરોમાં આવી ગઈ હતી. માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સમગ્ર દુનિયામાં પ્રચલિત થવા લાગી જેના ફળ સ્વરૂપ 20 નવેમ્બર, 1985ના રોજ માઇક્રોસોફ્ટે વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમને દુનિયાની સમક્ષ રજૂ કરી. માઇક્રોસોફ્ટ ડોસ માટે ઓપરેટિંગ સિસ્ટમ શેલની જેમ કામ કરતી હતી. Windowsના કામમાં એટલી તાકાત હતી કે તેણે પર્સનલ કોમ્યુ ટર માર્કેટમાં પોતાની પ્રતિષ્ઠા, ટેલેન્ટ અને યૂઝર્સ ફ્રેન્ડલી હોવાના કારણે કબજો કરી લીધો હતો.

    આ પણ વાંચો, ભાઈ-બહેનની આ જોડીએ ઘરના એક ખૂણાથી શરૂ કર્યો આ બિઝનેસ, આજે કરોડોમાં કમાણી

    બિલ ગેટ્સ બની ગયા સૌથી અમીર વ્યક્તિ

    પર્સનલ કોમ્પ્યુટરના 90 ટકા શેર વિન્ડોઝના નામે થઈ ગયા. માઇક્રોસોફ્ટ કંપનીએ ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. માઇક્રોસોફ્ટની મોટી હિસ્સેદારી બિલ ગેટ્સના નામે હતી જેના કારણે તેમને તગડી આવક થઈ રહી હતી અને તેને કારણે જ વર્ષ 1987માં પહેલીવાર તેમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવ્યા હતા. બિલ ગેટ્સ 11 વર્ષના પોતાના અનુભવને કારણે દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા. વર્ષ 1989માં માઇક્રોસોફ્ટે માઇક્રોસોફ્ટ ઓફિસ નામથી પોતાનું સોફ્ટવેર લોન્ચ કર્યું. આ પેકેજમાં ઘણી બધી એપ્લીકેશન જેમકે માઇક્રોસોફ્ટ વર્ડ અને એક્સેલ એક સાથે એક જ સિસ્ટમમાં ચલાવી શકાય છે. Windows અને MS Office Softwareએ પર્સનલ કોમ્પ્યુટરની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી હતી અને તેમાં સૌથી વધારે શ્રેય બિલ ગેટ્સને મળી રહ્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published: