Home /News /business /Microsoft Layoffs: 11,000 કર્મચારીઓ પર લટકતી તલવાર, માઈક્રોસોફ્ટ કરી શકે છે છુટા

Microsoft Layoffs: 11,000 કર્મચારીઓ પર લટકતી તલવાર, માઈક્રોસોફ્ટ કરી શકે છે છુટા

માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓમાં લગભગ 5% એટલે કે 11,000 સુધીનો ઘટાડો કરી શકે છે.

Microsoft Layoffs: ટેક કંપની માઈક્રોસોફ્ટ મોટા પાયે કર્મચારીઓને છુટા કરી શકે છે. મંગળવારે અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે કંપની અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કરી શકે છે.

    Microsoft Layoffs: અમેરિકન ટેક સેક્ટરની કંપનીઓમાં કર્મચારીઓને છૂટ્ટા કરવાનો તબક્કો પૂરો થતો જણાતો નથી. મંગળવારે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઇક્રોસોફ્ટ તેમજ આ ક્ષેત્રની અન્ય વિશાળ કંપની પણ હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કંપની HR વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગના હજારો કર્મચારીઓને છોડી શકે છે. આ પહેલા પણ ઘણી અમેરિકન કંપનીઓએ કર્મચારીઓમાં ભારે ઘટાડો કર્યો છે. આ લિસ્ટમાં Amazon, Meta Paltforms અને Twitter જેવી દિગ્ગજ કંપનીઓ છે. આ કંપનીઓ માંગમાં મંદી અને અર્થતંત્ર માટે ભવિષ્યમાં નબળાઈને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય લઈ રહી છે.

    હવે માઇક્રોસોફ્ટના આ પગલાથી એવા સંકેત મળી રહ્યા છે કે ટેક સેક્ટરમાં કર્મચારીઓને છુટ્ટા કરવાનો તબક્કો આગળ પણ ચાલુ રહી શકે છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષક ડૈન રોમનૉફ કહે છે કે માઇક્રોસોફ્ટમાં આ પગલાં બાદ તે સ્પષ્ટ છે કે પરિસ્થિતિ હજુ સુધરવાની નથી. આગળ જતા સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. યુકેના સ્કાય ન્યૂઝે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓમાં લગભગ 5% એટલે કે 11,000 સુધીનો ઘટાડો કરી શકે છે.

    આ પણ વાંચો:31 માર્ચ સુધી પતાવી લો આ કામ, નહિ તો 1 એપ્રિલથી નકામું થઈ જશે તમારું પાન કાર્ડ

    કંપની અત્યાર સુધીનું સૌથી મોટુ પગલું લઇ શકે છે


    બ્લૂમબર્ગે એક રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે માઇક્રોસોફ્ટ એન્જિનિયરિંગ વિભાગમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓની છુટા કરી શકે છે. આ રિપોર્ટમાં મામલાની જાણકારી ધરાવતા એક સ્ત્રોતને ટાંકીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. માઈક્રોસોફ્ટમાં આ અંગે અત્યાર સુધીનું સૌથી મોટુ પગલું પણ હોઈ શકે છે. જ્યારે, ઇનસાઇડરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓની છુટા કરી શકે છે.

    આ પણ વાંચો:રાધિકા મર્ચન્ટનાં હાથ પર લાગી અનંત અંબાણીના નામની મહેંદી, સેરેમનીમાં આલિયા ભટ્ટના ગીત પર કર્યો જોરદાર ડાન્સ

    માઈક્રોસોફ્ટમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે?


    જો કે માઇક્રોસોફ્ટ તરફથી હજુ સુધી આ અંગે કોઇ માહિતી સામે આવી નથી. હાલમાં કંપનીમાં લગભગ 2,21,000 કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી લગભગ 1,22,000 કર્મચારીઓ માત્ર અમેરિકામાં જ કામ કરે છે. જ્યારે, 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આ આંકડો 30 જૂન 2022 સુધીની માહિતી પર આધારિત છે.


    કંપની 24 જાન્યુઆરીએ પરિણામ જાહેર કરશે


    કંપની ક્લાઉડ યુનિટ એઝ્યુરનો વૃદ્ધિ દર જાળવી રાખવા દબાણ હેઠળ છે. કેટલાક ક્વાર્ટરના દબાણ બાદ હવે પર્સનલ કોમ્પ્યુટર માર્કેટમાં વિન્ડોઝ અને ડિવાઈસના વેચાણમાં નબળાઈ જોવા મળી રહી છે. ગયા વર્ષે જુલાઈમાં જ કંપનીએ કહ્યું હતું કે કંપનીએ ઘણી ભૂમિકાઓને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. ઑક્ટોબર 2022 માં, Axios એ જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ વિવિધ વિભાગોમાંથી લગભગ 1,000 કર્મચારીઓને છુટા કરી શકે છે. ટૂંક સમયમાં એટલે કે 24 જાન્યુઆરી 2024 ના રોજ કંપની પરિણામ જાહેર કરવા જઈ રહી છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Employees, Microsoft માઈક્રોસોફ્ટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन