Home /News /business /67 વર્ષે બિલ ગેટ્સને ફરી મળ્યો પ્રેમ, હવે કોને કરી રહ્યા છે ડેટ?
67 વર્ષે બિલ ગેટ્સને ફરી મળ્યો પ્રેમ, હવે કોને કરી રહ્યા છે ડેટ?
67 વર્ષના બિલ ગેટ્સનો નવો પ્રેમ.
Bill gates Relationship: બિલ ગેટ્સ અને પૌલા હર્ડ ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાથે જોવા મળ્યા હતા. કથિત કપલ મેચ દરમિયાન એકબાજની સાથે બેસીને મેચનો આનંદ માણતા દેખાયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ એક વર્ષથી વધુ સમયથી સાથે છે.
દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક બિલ ગેટ્સ (Bill Gates) આજકાલના દિવસોમાં પોતાની લવ લાઈફ (Bill Gates Love Story)ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલ ગેટ્સ રિલેશનશિપમાં (Bill Gates Relationship) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ ગેટ્સ સોફ્ટવેર કંપની ઓરેકલના સીઈઓ સ્વર્ગસ્થ માર્ક હર્ડની પત્ની પૌલા હર્ડ સાથે રિલેશનશિપ (Paula Hurd Love Story)માં છે. માર્ક હર્ડનું 2019 માં અવસાન થયું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 67 વર્ષીય માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ 60 વર્ષની પૌલા હર્ડને એક વર્ષથી વધુ સમયથી ડેટ કરી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પીપલના જણાવ્યા અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, તે સાર્વજનિક રીતે જાણીતું છે કે બિલ ગેટ્સ અને પૌલા હર્ડ ડેટિંગ કરી રહ્યા છે.
બોલ ગેટ્સ અને પૌલા હર્ડ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાથે જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે, બંને ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાથે જોવા મળ્યા હતા. કથિત યુગલ રમત જોતા સમયે બાજુમાં બેસીને જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ એક વર્ષથી વધુ સમયથી સાથે છે. બિલ ગેટ્સના એક મિત્રએ જણાવ્યું કે પૌલાને હંમેશા એક રહસ્યમય મહિલા તરીકે બતાવવામાં આવે છે. જ્યારે બંને સારા રોમેન્ટિક સંબંધોમાં છે.
તમને જણાવી દઈએ કે પૌલા હર્ડના પતિનું કેન્સર સાથે લાંબી લડાઈ બાદ ઓક્ટોબર 2019માં 62 વર્ષની વયે અવસાન થયું હતું. હર્ડ ઇવેન્ટ પ્લાનર તરીકે કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર, ટેનિસ પ્રત્યેના પ્રેમને કારણે પૌલા હર્ડ અને બિલ ગેટ્સ માર્કના મૃત્યુ પહેલા ઘણા આગળ નીકળી ગયા હતા.
બિલ ગેટ્સે 2021માં છૂટાછેડા લીધા છે
ગયા મહિને, આ જોડી મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ઓપનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં આનંદ માણતી જોવા મળી હતી. પૌલા અને માર્કને બે દીકરીઓ છે, કેથરિન અને કેલી. તે જ સમયે, મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ અને બિલ ગેટ્સે લગ્નના લગભગ 30 વર્ષ પછી મે 2021 માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. જે બાદ ઓગસ્ટ 2021માં બંનેએ છૂટાછેડા લીધા હતા. જોકે બંનેએ કહ્યું હતું કે બિલ અને મેલિન્ડા સાથે મળીને ગેટ્સ ફાઉન્ડેશન ચલાવવાનું ચાલુ રાખશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર