Home /News /business /

Microsoft કંપનીના CEO સત્યા નડેલાના પુત્રનું નિધન, કંપનીએ આપી જાણકારી

Microsoft કંપનીના CEO સત્યા નડેલાના પુત્રનું નિધન, કંપનીએ આપી જાણકારી

સત્યા નડેલા (ફાઇલ તસવીર)

Zain Nadella passes away: ઝૈન નડેલાને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી (Cerebral Palsy) નામની બીમારી હતી. 2017ના વર્ષમાં સત્યા નડેલા (Satya Nadella)એ પોતાના એક બ્લોગમાં બીમારી વિશે માહિતી આપી હતી.

  નવી દિલ્હી: સૉફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ (Microsoft Corp) તરફથી જાણકારી આપવામાં આવી છે કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સત્યા નડેલા (Satya Nadella)ના પુત્ર ઝૈન નડેલા (Zain Nadella)નું સોમવારે સવારે નિધન થયું છે. ઝૈન 26 વર્ષનો હતો અને તેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી (Cerebral Palsy) નામની બીમારી હતી.

  માઇક્રોસોફ્ટ કંપનીએ એક ઈ-મેઇલ મારફતે પોતાના એક્ઝિક્યુટિવ સ્ટાફને જાણ કરી છે કે ઝૈન નડેલાનું નિધન થયું છે. સંદેશમાં એક્ઝિક્યુટિવ્સને નડેલાના પરિવાર માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે. ઓક્ટોબર 2017 દરમિયાન નડેલાએ એક બ્લોગ પોસ્ટમાં પોતાના પુત્રના જન્મ અને તેની બીમારીની વાત લખી હતી.

  ઉલ્લેખનીય છે કે માઇક્રોસૉફ્ટના સીઈઓ નડેલાએ ડિસએબિલિટીથી પીડિત યૂઝર્સને ઉત્તમ સેવા આપવા માટે ડિઝાઇનિંગ પ્રોડક્ટ્સ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, તેઓ પોતાના પુત્રના પાલન-પોષણ અને સહયોગ દરમિયાન ઘણું શીખ્યા છે. ગત વર્ષે ચિલ્ડ્રન્સ હૉસ્પિટલે નડેલા સાથે મળીને સિએટલમાં ચિલ્ડ્રન સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ બ્રેન રિસર્ચના સ્વરૂપમાં ઝૈન નડેલા એન્ડોવ્ડ ચેર ઈન પીડિયાટ્રિક ન્યૂરોસાયન્સ (Zain Nadella Endowed Chair in Pediatric Neurosciences)ની સ્થાપના કરી હતી.

  ઝૈનને સંગીતની સારી સમજણ હતી

  ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ (Children’s Hospital)ના સીઈઓ જેફ સ્પેરિંગે પોતાના બોર્ડને મોકલાવેલા એક સંદેશમાં લખ્યું હતું કે, “ઝૈનને સંગીતની ખૂબ સારી સમજણ છે. તેને સંગીતની સારી સમજણ, ઉત્તમ હાસ્ય અને તેમના પરિવાર અને પ્રિયજનો તરફથી આપવામાં આવેલી ખુશી માટે યાદ રાખવામાં આવશે.”

  સત્યા નડેલાનો બ્લોગ:

  ઓક્ટોબર 2017 દરમિયાન સત્યા નડેલાએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, "એક રાત્રે 36 મહિનાની પ્રેગ્નેન્સી દરમિયાન મારી પત્નીને માલુમ પડ્યું કે તેનું બેબી અચાનક હલનચલન કરતું બંધ થઈ ગયું છે. આથી અમે તાત્કાલિક એક સ્થાનિક હૉસ્પિટલમાં ગયા હતા. ડૉક્ટરો સ્થિતિ પારખી ગયા હતા અને તાત્કાલિક સિઝેરિયન કરવાની સૂચના આપી હતી. ઝૈનનો જન્મ 13 ઓગસ્ટ, 1996ના રોજ રાત્રે 11:29 કલાકે થયો હતો. તેનું વજન માત્ર ત્રણ પાઉન્ડ હતું. તે રડ્યો પણ ન હતો."

  આ પણ વાચો:  મુંબઈમાં જન્મેલી આમ્રપાલી ગન બની એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ OnlyFansની CEO

  નડેલાએ વધુમાં  લખ્યું હતું કે, "સ્થાનિક હૉસ્પિટલમાંથી તેને સિએટલની ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું આખી રાત મારી પત્ની પાસે રહ્યો હતો. મેં બીજા દિવસે ઝૈનનું મોઢું જોયું હતું. ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો અને અમારી જિંદગીમાં કેવા ફેરફાર થવા જઈ રહ્યા છે. આગામી કેટલાક વર્ષો અમારા માટે ખૂબ કપરાં રહ્યા હતા. ઝૈનને વ્હીલચેરની જરૂર પડતી હતી અને તે સંપૂર્ણ અમારા પર જ નિર્ભર હતો. હું જાણે કે ઉજ્જડ બની ગયો હતો. મારા અને અનુ (પત્ની) પર શું વિતી હતી તે જાણીને હું દુઃખી હતો."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Microsoft, Satya Nadella, US, એનઆરઆઇ

  આગામી સમાચાર