માઇક્રોસૉફ્ટના CEOનું બમ્પર ઇન્ક્રીમેન્ટ, મળ્યા આટલા કરોડ

News18 Gujarati
Updated: October 18, 2019, 10:38 AM IST
માઇક્રોસૉફ્ટના CEOનું બમ્પર ઇન્ક્રીમેન્ટ, મળ્યા આટલા કરોડ
સત્યા નાડેલાની ઉત્તમ કામગીરીથી કંપનીને મોટો ફાયદો થયો છે.

હૈદરાબાદમાં જન્મેલા સત્યા નાડેલાએ નાણાકીય વર્ષ 2017-18માં 2.58 કરોડ ડૉલર (183 કરોડ રૂપિયા) ની કમાણી કરી હતી. નાડેલા 2014માં માઇક્રોસૉફ્ટના સીઈઓ બન્યા હતા.

  • Share this:
માઇક્રોસૉફ્ટ (Microsoft) ના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી (CEO)સત્ય નાડેલા (Satya Nadella)ની વાર્ષિક આવક 2018-19માં 66 ટકા વધીને 4.29 કરોડ ડૉલર (304.59 કરોડ રુપિયા) થઈ છે. આ સમય દરમિયાન માઇક્રોસૉફ્ટના નાણાકીય પરિણામો ખૂબ સારા રહ્યા છે. મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે નાડેલાનો પગાર 23 લાખ ડૉલર (16.33 કરોડ રૂપિયા) છે. તેની મોટાભાગની આવક શેરમાંથી થઈ છે. તેણે શેર પર 2.96 કરોડ ડૉલર (210.16 કરોડ) ની કમાણી કરી છે, જ્યારે 1.07 કરોડ ડૉલર (75.97 કરોડ રુપિયા) શેર વગરની પ્રોત્સાહન યોજનામાંથી પ્રાપ્ત થયા છે. બાકીના 1,11,000 ડૉલર (78.81 કરોડ રુપિયા) અન્ય આવકમાંથી મેળવ્યા છે.

હૈદરાબાદમાં જન્મેલા સત્યા નાડેલાએ નાણાકીય વર્ષ 2017-18માં 2.58 કરોડ ડૉલર (183 કરોડ રૂપિયા) ની કમાણી કરી હતી. નાડેલા 2014માં માઇક્રોસૉફ્ટના સીઈઓ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન માઈક્રોસૉફ્ટ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે.

 કંપનીએ તેના વ્યવસાય લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યા, સાથે જ તેના શેરોની કિંમતમાં વધારો થયો, જેના કારણે બોર્ડે નાડેલાનું વળતર વધાર્યું. જો કે જ્યારે 2014ના વળતરની તુલના કરવામાં આવે ત્યારે તે લગભગ અડધા છે. ત્યારબાદ નાડેલાને 8.43 કરોડ ડૉલર મળ્યા. અનુમાન મુજબ નાડેલાની હાલની કુલ સંપત્તિ 2100 કરોડ રૂપિયા છે.કંપનીના માર્કેટ કેપમાં વધારો

નાડેલાએ ગ્રાહકો સાથેનો કંપનીનો વિશ્વાસ વધારવાની અનેક વ્યૂહરચનાઓ દ્વારા કંપનીને આગળ વધારી છે. કંપનીએ તેના વાર્ષિક અહેવાલમાં એમ પણ લખ્યું છે કે સત્યા નાડેલાના ઇન્ટેલિજન્ટ ક્લાઉડની ઉત્તમ કામગીરીથી કંપનીને મોટો ફાયદો થયો છે. નાડેલાના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીની માર્કેટ કેપમાં 509 અબજ ડૉલરનો વધારો થયો છે, જે દરમિયાન કંપનીના કુલ શેરહોલ્ડર વળતરમાં 97 ટકાનો વધારો થયો છે. માઇક્રોસોફ્ટે પણ પોતાના અહેવાલમાં આનો ઉલ્લેખ કર્યો છે. માઇક્રોસૉફ્ટની હાલની માર્કેટ કેપ 1072 અબજ ડૉલર અને એપલની 1059 અબજ ડૉલર છે.આ પણ વાંચો: દિવાળી પહેલા પતાવી લેજો બૅન્કના કામ, આ દિવસે છે હડતાળ

આ પણ વાંચો: રેલવેની ઑફર, દિવાળી પર પૈસા વગર બૂક કરો ટ્રેનની ટિકિટ
First published: October 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading