TikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા

News18 Gujarati
Updated: August 1, 2020, 2:42 PM IST
TikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા
ભારતે ટિકટૉક પર પ્રતિબંધ મૂક્યો છે.

દુનિયાની સૌથી મોટી ટેક્નોલૉજી કંપની માઇક્રોસૉફ્ટ અને ટિકટૉક વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં હોવાનો દાવો.

  • Share this:
વોશિંગટન : ચીનની મ્યૂઝિક એપ Tiktok પર ભારત પછી અમેરિકા (US may ban Tiktok)માં પણ પ્રતિબંધ લાગી શકે છે. આ અંગે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન ટિકટૉકના વેચાવા અંગે સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, દુનિયાની મોટી ટેક્નૉલોજી કંપની માઇક્રોસોફ્ટ (Microsoft) ટિકટૉકનો અમેરિકાનો બિઝનેસ (Tiktok US Business)ખરીદી શકે છે. આ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ટિકટૉક સહિત 106 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારતના આ પગલાનું અમેરિકા અને તેમના સાંસદોએ સ્વાગત કર્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે તેઓ કંઈક બીજું પણ કરવા માંગે છે. અનેક વિકલ્પ છે. પરંતુ આ દરમિયાન અનેક વસ્તુઓ થઈ રહી હોવાથી હવે જોવાનું રહ્યું કે શું થાય છે. ટિકટોક અંગે તેઓ અનેક વિકલ્પ અંગે વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : બ્રિટન : રેસ્ટોરન્ટમાં જમવાનો ખર્ચ અડધો થયો, 50% બિલ સરકાર ચૂકવશે

અમેરિકન ન્યૂઝપેપર વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રગટ થયેલા સમાચાર પ્રમાણે ભારતીય મૂળના સત્યા નડેલાની વડપણ હેઠળની માઇક્રોસોફ્ટ કંપની ટિકટૉકના અમેરિકન બિઝનેસને ખરીદવા માટે ખૂબ આગળ વધી ગઈ છે. આ સોદો અબજો ડૉલરમાં થઈ શકે છે.

સોમવારે ડીલની જાહેરાત થઈ શકે :

અખબારના કહેવા પ્રમાણે આ મામલે માહિતી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે સોમવાર સુધી આ સોદો પૂરો થઈ શકે છે. આ વાતચીતમાં માઇક્રોસૉફ્ટ, બાઇટડાન્સ અને વ્હાઇટહાઉસના પ્રતિનિધિ સામેલ થઈ શકે છે. વાતચીતમાં કંઈ પણ શક્ય છે, સોદો ન થાય તેવું પણ બને. ચીનની બાઇટડાન્સ ટિકટૉકની માલિક છે.આ પણ વાંચો :  રામ મંદિર ભૂમિ પૂજનથી ખુશ થઈને મુસ્લિમ યુવતીએ શ્રીરામનું ટેટૂ બનાવડાવ્યું

નોંધનીય છે કે ભારત પછી હવે અમેરિકામાં પણ ટિકટૉક પર ગમે ત્યારે પ્રતિબંધ લાગી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની એપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેઓ અનેક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવા બાદ અમેરિકન પ્રમુખ ચીનથી ખૂબ જ નારાજ છે.
Published by: Vinod Zankhaliya
First published: August 1, 2020, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading